જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

જામનગરના બેડી બંદર રોડ પર પટેલ કોલોની શેરી નંબર 9 નજીક આજે બપોરે જી.જે.20 બી.જી.1368 નંબરની કાર બેકાબૂ બની હતી. તેના ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી કારને દોઢ ફૂટ ઊંચા ડિવાઈડર પર ચડાવી દીધી હતી, અને કાર માર્ગ પર ખાંગી બની ગઈ હતી. ત્યારે આ અકસ્માતને પગલે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.
સદભાગ્યે આ અકસ્માતમાં કોઈને જાન હાનિ થઈ ન હતી. કાર ચાલક બીજી તરફના દરવાજામાંથી બહાર નીકળી ગયો હતો. આ અકસ્માતના બનાવને લઈને લોકોના ટોળા એકત્ર થયા હતા, અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો. જ્યારે કાર ચાલક સામે અકસ્માત સર્જવા અંગે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે…