વિસનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
વિસનગર શહેરના કાંસા વિસ્તારમાં આવેલ સામવેદ અને શિરડીનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોના કારણે પાણી ભરાઈ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેમાં સોસાયટી ના રહીશોએ આ અંગે કાંસા ગ્રામ પંચાયતમાં લેખિત અરજી કરી રજૂઆત કરી છે. જેમાં કાંસા ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં જી.યુ.ડી.સી. પ્રમુખને ગટર સાફ કરવા માટે કહેવામાં આવ્યું છે.
સામવેદ અને શિરડીનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરોનું પાણી ઉભરાય છે. જેમાં સોસાયટી વાસીઓ દ્વારા પાલિકા અને કાંસા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સોસાયટીના રહીશોએ પાણીના નિકાલ કરવા માટે રજૂઆત કરી હતી. જેમાં ગ્રામ પંચાયત દ્વારા પણ લેટર પેડ પર લખી જણાવવામાં આવ્યું છે કે, સામવેદ સોસાયટીનો વેરો ગ્રામ પંચાયતમાં લેવામાં આવતો નથી છતાં ગટરના મુદ્દે વારંવાર ફરિયાદ કરવામાં આવે છે. કોઈ ગટર અંગે ફરિયાદ હોય તો અમારા જોડે સફાઈ વેરા વસૂલાત લેવાતી નથી. આ બાબતે જી.યુ.ડી.સી માં જાણ કરવી જોઈએ.