Saturday, March 11, 2023

વડોદરામાં કાર ચાલકને હાર્ટ એટેક આવતા 4 વાહનને અડફેટે લીધા, હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યાં | Car driver suffers heart attack after hitting 4 vehicles in Vadodara, doctors declare dead at hospital | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં કાર ચાલકને કાર ડ્રાઈવ કરતી વખતે હાર્ટ એટેક આવતા રસ્તાના કિનારે ઉભેલા 4 વાહનોને અડફેટે લીધા હતા. કાર ચાલકને બેભાન અવસ્થામાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યાં હતા.

બેભાન અવસ્થામાં બહાર કાઢ્યા
વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉમા કોલોનીમાં રહેતા 52 વર્ષીય દિપક ગોવિંદલાલ શાહ પોતાની આઈ ટેન કાર લઈને દીપ ચેમ્બર તરફથી તુલસીધામ ચાર રસ્તા તરફ જતા હતા. કારમાં દિપક શાહ સહિત પાછળની સીટ પર તેઓની દીકરી પણ બેઠી હતી. કાર ચલાવતા સમયે દિપક શાહને હાર્ટ એટેક આવતા તેઓ બેભાન થઈ ગયા હતા અને કારના સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તાના કિનારે પાર્ક કરેલી કાર અને ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. એક ઉભેલી કારમાં અથડાઈને દિપક શાહની કાર ઉભી રહી ગઈ હતી. જ્યારે આસપાસના લોકો એકત્રિત થઈ જતાં તેઓને કારમાંથી બેભાન અવસ્થામાં બહાર કાઢ્યા હતા.

આધેડને હાર્ટ એટેક આવતા કારનો અકસ્માત થયો.

આધેડને હાર્ટ એટેક આવતા કારનો અકસ્માત થયો.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
દિપક શાહની પુત્રીએ સ્થાનિક ટોળાને સમજાવતા તેઓને 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓને મૃત જાહેર કર્યા હતા. માંજલપુર પોલીસે સમગ્ર બનાવમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

3 કાર અને એક સ્કૂટરને અડફેટે લીધા.

3 કાર અને એક સ્કૂટરને અડફેટે લીધા.

ખાનગી હોસ્પિટલમાં મોત થયું
વિમલ ગાંધીએ જણાવ્યું હતું કે, આઇ ટેન કારે મારી બલેનો કાર, સ્કૂટર અને અન્ય બે કારને ટક્કર મારી હતી. તેમની દીકરીએ કહ્યું હતું કે, તેમને હાર્ટ એટેક આવ્યો છે. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત થયું હતું.

સ્કૂટરનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

સ્કૂટરનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

ચા બનાવતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો
આઠ દિવસ પહેલા જ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં વર્ષોથી ચાની કીટલી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ભીમસ ચંદુલાલ નાથાણી (ઉં.વ. 48)ને ચા બનાવતી વખતે હાર્ટ એટેક આવતા તેઓ સ્થળ પર ઢળી પડ્યા હતા. માત્ર 10 સેકન્ડમાં તેઓનું મોત નીપજ્યું હતું. હાર્ટ એટેક આવતા ઢળી પડવાની સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ હતી. જે સી.સી. ટી.વી. ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.

આ કાર ચાલકની કારને પણ અકસ્માતમાં નુકસાન થયું હતું.

આ કાર ચાલકની કારને પણ અકસ્માતમાં નુકસાન થયું હતું.

કાર ચાલકને હાર્ટ એટેક આવતા 4 વાહનને અડફેટે લીધા હતા.

કાર ચાલકને હાર્ટ એટેક આવતા 4 વાહનને અડફેટે લીધા હતા.

અકસ્માતમાં વાહનોને નુકસાન થયું.

અકસ્માતમાં વાહનોને નુકસાન થયું.

તુલસીધામ સર્કલ પાસે અકસ્માત થયો હતો.

તુલસીધામ સર્કલ પાસે અકસ્માત થયો હતો.

અન્ય સમાચારો પણ છે…