ઊંઝાના ઐઠોર અને ડાભી ગામમાં પોલીસે દારુ પકડ્યો; ઉનાવા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી | Police seized liquor in Aithor and Dabhi villages of Unjha; Unawa police registered a case and conducted an investigation | Times Of Ahmedabad

ઊંંઝાએક કલાક પહેલા

  • કૉપી લિંક

ઉનાવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઐઠોર અને ડાભી ગામમાં દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરતા બે દેશી દારૂના અડ્ડા પકડી પાડ્યા હતા. ઉનાવા પોલીસ ઐઠોર ગણપતિ મંદિર તરફ પેટ્રોલિંગમાં જઈ રહ્યા હતા. એ દરમિયાન બાતમીના આધારે પોલીસે વાલમિયાવાસમાં ઠાકોર સૂર્યાબેન દેસીદારૂનું ગેરકાયદેસર પાસ પરમીટ વગર વેચાણ કરી રહ્યા છે. જેની હકીકત મળતા પોલીસે રહેણાંક ઘરમાંથી રેડ કરી હતી. જેમાં પ્લાસ્ટિકના કેન ખોલતા અંદર દેશી દારૂ હોવાનું જાણવા મળ્યું હતું. જે પોલીસે જપ્ત કર્યો હતો અને ઠાકોર સૂર્યાબેન વિરુદ્ધ આઈપીસી સેક્શન પ્રોહી એક્ટ 65(a) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં ઉનાવા પોલીસ ડાભી ગામ તરફ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમીના આધારે પોલીસે માતપુર રોડ આંબાપુરા વિસ્તારમાં રહેતા ઠાકોર ભાવસંગજી દેસીદારૂનું ગેરકાયદેસર પાસ પરમીટ વગર વેચાણ કરી રહ્યા છે. જેની હકીકત મળતા પોલીસે રહેણાંક ઘરના પાછળના ભાગમાં તપાસ કરતા દેશીદારૂ મળી આવેલો હતો. જેમાં પ્લાસ્ટિકના કેન ખોલતા અંદર દેશી દારૂ હોવાનું જાણવા મળ્યું હતું. જે પોલીસે જપ્ત કર્યો હતો અને ઠાકોર ભાવસંગજી વિરુદ્ધ આઈપીસી સેક્શન પ્રોહી એક્ટ 65(a) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રેડ કરી એ દરમિયાન દેસીદારૂનું વેચાણ કરતા બન્ને અડ્ડા ઉપર આરોપી મળી આવેલા નહીં, જેની પોલીસે અટકાયત કરવા તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post