Friday, March 10, 2023

ગુજરાતની લોકપ્રિય 'ગરબા ક્વીન' કિંજલ દવેની પાંચ વર્ષ બાદ સગાઈ તૂટી | Popular Gujarati singer Kinjal Dave's engagement broke | Times Of Ahmedabad

અમદાવાદ2 કલાક પહેલા

લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી હોવાની ચર્ચા સો.મીડિયામાં જોરશોરથી થઈ રહી છે. કિંજલ દવેએ પાંચ વર્ષ પહેલાં પવન જોષી સાથે સગાઈ કરી હતી. કિંજલ દવેએ સો.મીડિયામાં કલાક પહેલાં જ પોતાની ફ્રેન્ડ્સ સાથે અમદાવાદ એરપોર્ટની તસવીર શૅર કરી હતી.

દિવ્ય ભાસ્કરે કિંજલ દવેને મેસેજ કરીને આ સમાચાર સાચા છે કે ખોટાં તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. કિંજલ દવેએ સગાઈ તૂટી હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો અને એમ કહ્યું હતું કે આ તેની પર્સનલ મેટર છે. (દિવ્ય ભાસ્કર કિંજલ દવેની પ્રાઇવસી તથા લાગણીનું માન રાખે છે.)

અમદાવાદ એરપોર્ટ પર કિંજલ દવે (જમણી બાજુ)

અમદાવાદ એરપોર્ટ પર કિંજલ દવે (જમણી બાજુ)

કિંજલ દવેના સો.મીડિયામાં પવન જોષીની એક પણ તસવીર નથી
દિવ્ય ભાસ્કરે જ્યારે કિંજલ દવેનું સો.મીડિયા અકાઉન્ટ ચેક કરતાં એ વાત ધ્યાનમાં આવી હતી કે તેના ઇન્સ્ટા પેજમાં હાલ પૂરતી પવન જોષી સાથેની એક પણ તસવીર જોવા મળતી નથી. પવન જોષીના સો.મીડિયા અકાઉન્ટમાં કિંજલ સાથેની તસવીરો હજી પણ જોવા મળે છે.

પવન જોષીના ઇન્સ્ટા પેજમાં કિંજલ દવે સાથેની તસવીર.

પવન જોષીના ઇન્સ્ટા પેજમાં કિંજલ દવે સાથેની તસવીર.

પાંચ વર્ષ પહેલાં સગાઈ થઈ હતી
પાંચ વર્ષ પહેલાં ગુજરાતી સિંગર કિંજલ દવેએ પરંપરાગત રીતે પોતાના વતન જેસંગપરામાં સગાઈ કરી હતી. ત્યારબાદ અમદાવાદમાં અખાત્રીજ દિવસે મિત્રો ને પરિવારજનોની હાજરીમાં રિંગ સેરેમની યોજાઈ હતી. ગુજરાતી લોકગીત અને લોકસંગીતમાં ઊંચાઈ પર રહેલી કિંજલે નાની ઉંમરે જ નામનાની સાથે સફળતાનો સ્વાદ ચાખ્યો હતો.

કિંજલ તથા પવને સગાઈ કરી તે સમયની તસવીર.

કિંજલ તથા પવને સગાઈ કરી તે સમયની તસવીર.

પવનનો પરિવાર બેંગલુરુમાં રહેતો હતો
મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામના પવન જોષી પોતાના પિતાની ધંધાર્થે બેગલુરુમાં હોવાથી ત્યાં વર્ષો સુધી રહ્યા હતા. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી તેઓ અમદાવાદમાં રહે છે. જોકે, તેનો પરિવાર હજુ ખાસ લાઈમ લાઈટમાં નથી. પવનના પરિવાર વિશે સરિયદ ગામમાં ખાસ પ્રસંગે જ જતો હોવાનું સ્થાનિક જણાવે છે.

સો.મીડિયામાં લાખો ચાહકો
કિંજલ દવેના સો.મીડિયા ફોલોઅર્સની વાત કરીએ તો ઇન્સ્ટામાં તેના 27 લાખ અને ફેસબુકમાં 28 લાખ ફોલોઅર્સ છે. ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં..’ ગીતથી કિંજલ દેવનું નામ ઘેર-ઘેર જાણીતું બન્યું હતું. આ ગીતની સફળતા બાદ કિંજલે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. કિંજલે ગયા વર્ષે મુંબઈમાં નવરાત્રિ શો કર્યા હતા. આ ઉપરાંત કિંજલ દવે વિદેશમાં પણ શો પર્ફોર્મ કરતી હોય છે.

કિંજલ દવે કેનેડામાં ટૂર કરશે
કિંજલ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં કેનેડામાં ટૂર કરવાની છે. કિંજલે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી.

પ્રોગ્રામમાં એન્ટ્રી લક્ઝુરિયસ ગાડીમાં જ કરે છે
કિંજલ દવે પોતાના અવાજની સાથે તેના લોકસંગીતના કાર્યક્રમોમાં ધમાકેદાર એન્ટ્રી માટે પણ એટલી જ જાણીતી છે. કિંજલ કોઈપણ કાર્યક્રમમાં એન્ટ્રી મારે તો તેની કાર હંમેશાં લક્ઝુરિયસ જ હોય છે. તેની એન્ટ્રી ઓડી, BMW કે મોંઘીદાટ કારોમાં થાય છે.

લલિત દવે, કિંજલ દવે, ભાઈ આકાશ.

લલિત દવે, કિંજલ દવે, ભાઈ આકાશ.

કિંજલના પિતા હીરાઘસુ હતા
ઉત્તર ગુજરાતના પાટણના જેસંગપરામાં બ્રાહ્ણણ પરિવારમાં જન્મેલી કિંજલના પિતા લલિત દવે હીરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા અને તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડાં જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું અને પછી કિંજલ આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: