Thursday, March 23, 2023

ભરૂચના ઝૂલેલાલ મંદિર ખાતે અખંડ જ્યોતની પૂજા સહિતના ધાર્મિકો કાર્યક્રમો યોજાયા, સિંધી સમાજના સભ્યોએ લાભ લઇ ધન્યતા અનુભવી | Religious programs including Akhand Jyot Puja were held at Julelal Mandir in Bharuch, members of the Sindhi community took advantage and felt blessed. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Religious Programs Including Akhand Jyot Puja Were Held At Julelal Mandir In Bharuch, Members Of The Sindhi Community Took Advantage And Felt Blessed.

ભરૂચ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભગવાન ઝુલેલાલના જન્મોત્સવ એટલે કે ચેટીચંદના પર્વની સિંધી સમાજ દ્વારા નવ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભરૂચમાં વસતા સિંધી સમાજ દ્વારા પણ આજરોજ ચેટીચંદના પર્વની ઉજવણી નીમીત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

ભરૂચમાં નર્મદા નદીના કિનારે ભગવાન ઝુલેલાલનું મંદિર આવેલું છે. આ મંદિરમાં જે જ્યોત પ્રગટે છે એ જ્યોત વર્ષ 1947માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી લાવવામાં આવી હતી. ભારત- પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનથી આ જ્યોત ભરૂચ આવી હતી અને ત્યારથી તે અખંડ રીતે પ્રગટે છે જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટયા હતા અને ચેટીચંદના પર્વની ઉજવણી કરી હતી.અખંડ જ્યોતના દર્શન માત્રથી લોકોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે ત્યારે આસ્થારૂપી જ્યોતના લોકોએ દર્શન કર્યા હતા.જયારે સિંધી સમાજના ધર્મ ગ્રંથને ગુરુજી દ્વારા ઝૂલેલાલ મંદિરમાં અર્પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.