- Gujarati News
- Local
- Gujarat
- Surat
- A Truck Loaded With Coal Suddenly Caught Fire On The Highway Near Pipodara In Surat District, Causing Panic And Traffic Jam On The Highway Due To The Fire.
સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

સુરત જિલ્લાના પીપોદરા હાઈવે પર કોલસા ભરેલો ટ્રક અચાનક સળગી ઊઠ્યો
સુરત જિલ્લાના માંગરોળ સ્થિત પીપોદરા પાસે કોલસા ભરેલા ટ્રકમાં આગ લાગી હતી. જેને લઈને ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. હાઇવે પર ટ્રકમાં આગ લાગવાની ઘટનાને લઇ ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો.
હાઇવે પર કોલસા ભરેલી ટ્રકમાં આગ લાગી
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના માંગરોળ સ્થિત પીપોદરા નજીક નેશનલ હાઇવે પર પસાર થતા એક કોલસા ભરેલા ટ્રકમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકમાં આગ લાગતા ડ્રાઈવરે ટ્રક ત્યાં જ ઉભો રાખી પોતે ટ્રકમાંથી બહાર નીકળી ગયો હતો. જોત જોતામાં આગ વધુ વિકરાળ બનતા આખો ટ્રક આગની લપેટમાં આવી ગયો હતો.
આગને લઇ હાઇવે પર અફરાતફરી સર્જાઈ
હાઇવે પર ટ્રકમાં આગ લાગતા ત્યાં અફરાતફરી જોવા મળી હતી. થોડાક સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
શોર્ટ સર્કિટને લઇ ટ્રકમાં આગ લાગી
વધુમાં મળતી માહિતી મુજબ ટ્રકમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ ભભૂકી ઉઠી હોવાનું અનુમાન છે. ટ્રકમાં આગ લાગવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થઈ રહ્યો છે.