Friday, March 10, 2023

ડભોઇના નડા ગામમાં ઘરથી સો મીટર દૂર બેઠેલા ગામના યુવાનની અજાણ્યા શખ્સોએ માથાના ભાગે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો | A village youth was shot dead in the head by unknown persons while sitting a hundred meters away from his house in Nada village of Dabhoi. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Village Youth Was Shot Dead In The Head By Unknown Persons While Sitting A Hundred Meters Away From His House In Nada Village Of Dabhoi.

વડોદરાએક કલાક પહેલા

મૃતકની ફાઇલ તસવીર

ડભોઇ તાલુકાના નડા ગામની સીમમાં બેઠેલા એક યુવાનની કોઇ અજાણ્યા શખ્સો દ્વારા માથામાં બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાની બનેલી ઘટનાએ સનસનાટી મચાવી મૂકી છે. ડભોઇ પોલીસે લોહી થીજી ગયેલી લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી છે. ડભોઇ પોલીસ, એલ.સી.બી., અને એસ.ઓ.જી. ની વિવિધ ટીમો દ્વારા પ્રેમ-પ્રકરણ સહિત અલગ-અલગ એંગલ દ્વારા હત્યારાને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

પાછળથી માથામાં પથ્થર માર્યો
મળેલી માહિતી પ્રમાણે નડા ગામના વણકર વાસમાં રાજેશભાઇ મનુભાઇ પરમાર (ઉં.વ.46) પરિવાર સાથે રહેતો હતો. દારુ પીવાની કુટેવ ધરાવતા રાજેશભાઇ પરમાર પોતાના ઘરથી 100 મીટર દૂર બેઠો હતો. તે સમયે કોઇ અજાણ્યા શખ્સોએ પાછળથી તેના માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. અને લાશને હત્યા સ્થળથી 10 ફૂટ દૂર ફેંકી ફરાર થઇ ગયા હતા.

ઘટના સ્થળે તપાસ કરી રહેલી પોલીસ

ઘટના સ્થળે તપાસ કરી રહેલી પોલીસ

રાત્રે 8 વાગ્યા સુધી ગામમાં જ હતા
રાજેશભાઇ પરમારને રાત્રે 8 વાગ્યા સુધી ગામના કેટલાંક લોકોએ જોયા હતા. દરમિયાન તેઓ ગૂમ થઇ ગયા હતા. મોડી રાત સુધી રાજેશભાઇ ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ, કોઇ ભાળ મળી ન હતી. દરમિયાન રાજેશભાઇનો થીજી ગયેલા લોહીવાળો મૃતદેહ ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ ગૌચરમાંથી મળી આવ્યો હતો.

ખોબલા જેવડા ગામમાં યુવાનની થયેલી હત્યાને પગલે લોકોના ટોળા એકઠા થયા

ખોબલા જેવડા ગામમાં યુવાનની થયેલી હત્યાને પગલે લોકોના ટોળા એકઠા થયા

ક્રૂર રીતે હત્યા કરવામાં આવી
રાજેશભાઇ પરમારનો ક્રૂર રીતે હત્યા કરેલો મૃતદેહ મળી આવતા ગામમાં ચકચાર મચી ગઇ હતી. અને રાજેશભાઇના પત્ની સહિત પરિવારજનો તેમજ ગામલોકો સ્થળ પર દોડી ગયા હતા. પતિની હત્યા કરેલી લાશ જોઇ પત્ની તેમજ પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. છૂટક ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા રાજેશભાઇની ક્રૂર રીતે કરાયેલી હત્યાએ અનેક રહસ્યો સર્જ્યા છે. જોકે, ડભોઇ, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ તેમજ એસ.ઓ.જી.ની ટીમો હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરી છે.

પરિવારજનોનું હૈયાફાટ રૂદન

પરિવારજનોનું હૈયાફાટ રૂદન

વિવિધ એંગલો ઉપર તપાસ
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, રાજેશ પરમારની હત્યા કરનારા હત્યારાઓના કોઇ સગડ મળ્યા નથી. વિવિધ ટીમો દ્વારા પ્રેમ-પ્રકરણથી લઇ અલગ-અલગ એંગલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગામના અનેક લોકોની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ, કોઇ કડી મળતી નથી. પરંતુ, આગાણી ગણતરીના દિવસોમાં રાજેશ પરમારની રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલાઇ જશે. વિવિધ પોલીસ ટીમો અને બાતમીદારોને કામે લગાવી દેવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા પરિવારની મહિલાની પૂછપરછ કરવામાં આવી

પોલીસ દ્વારા પરિવારની મહિલાની પૂછપરછ કરવામાં આવી

ચોંકાવનારી વિગતો બહાર આવશે
આ બનાવ અંગે રાજેશભાઇ પરમારના ભાઇ વિજયભાઇ પરમારે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ડભોઇ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. નડા ગામમાં બનેલા હત્યાના આ બનાવે નડા ગામ સહિત પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી છે. હત્યાનો ભેદ ઉકેલાયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: