Friday, March 10, 2023

ભચાઉના કબરાઉ મોગલધામ ખાતે આગામી તા. 13 માર્ચથી શિવમહાપુરાણ કથા યોજાશે, તૌયારીઓને આખરી ઓપ અપાયો | Next date at Kabarau Mogaldham in Bhachau. Shivamahapurana Katha will be held from March 13, the finalists have been given final approval | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Next Date At Kabarau Mogaldham In Bhachau. Shivamahapurana Katha Will Be Held From March 13, The Finalists Have Been Given Final Approval

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના કબરાઉ પાસે આવેલા મોગલધામ ખાતે આગામી તા. 13 માર્ચથી 21 માર્ચ સુધી શિવમહાપુરાણ’ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કથા માટેની તમામ તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રાહયો છે. નવ દિવસ ચાલનારી કથામાં દૈનિક 20 હજાર લોકો કથાનું શ્રવણ કરી શકે તે મુજબનો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ભાવિકો માટે ચા, નાસ્તો અને જમવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે.

શિવમહાપુરાણ કથામાં મોટી સંખ્યામાં ભાવિકો પધારવાની સંભાવના છે. જ્યાં કચ્છ -ગુજરાત તેમજ સમગ્ર દેશમાંથી સ્થધ્ધાળુઓ કથાનું રસપાન કરવા પધારસે એવું જગ્યાના સ્વાવકોએ જણાવ્યું હતું.કથાની વ્યસપીઠે આ પંથકના પ્રસિધ્ધ વકતા હરીપાદ રેણું સિધ્ધાર્થ મહારાજ (અંબાધામ દુધઈ) રહી કથાનું રસપાન કરાવશે. દૈનિક 20 હજારની’ સંખ્યામાં લોકો બેસી શકે તેવી ક્ષમતા સાથેનો’ ડોમ’ તેમજ ભોજન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

મોગલધામ જગ્યાના મહંત ચારણ ઋષિ મોગલકુળના આશીર્વાદ સાથે કિશોરભા ગઢવી, રાજભા ગોહીલ, યુવરાજસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા વ્યવસ્થા સંભાળી રહ્યા છે. મોગલધામ ખાતે અગાઉ પણ બે વખત દેવી ભાગવત અને શ્રીમદ ભાગવત કથાનું આયોજન થઈ ચૂક્યું છે. તો સર્વરોગ નિદાન કેમ્પ, સર્વજ્ઞાતિ સમૂહલગ્ન પણ યોજાઇ ચુક્યા છે. જગ્યા ખાતે મોગલકુળ ઋષિ કોઈ પૈસા’ કે ભેટ ધરાવે તો ઉપર પ્રસાદીની રકમ ઉમેરી જાહેરમાં પરત આપી દે છે. અંધશ્રધ્ધા, દોરા ધાગાથી દુર રહેવા અને વ્યસન ન કરવા નિરંતર શીખ આપતા રહે છે. અઢારે આલમના લોકો અહીં પોતાનો ભાવ પ્રગટ કરવા દર્શને આવે છે. ચા પાણી ભોજન સાથે આવકાર આપતું આ સ્થાનક અનોખું હોવાથી કચ્છના પ્રવાસે આવતા સૌ’ કોઈ અહીં શિશ ઝુકાવવા આવતા હોવાનું સેવક મંડળે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: