ભરૂચ42 મિનિટ પહેલા
- કૉપી લિંક

જંબુસર નગરમાં રઝળતા પશુઓને પગલે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે આ રખડતા પશુઓ રાહદારીઓ ઉપર હુમલા કરતા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે થોડા સમય પહેલા શાળાએથી ઘરે જતી વિદ્યાર્થીનીને રઝળતા પશુએ હુમલો કર્યો હોવાની ઘટના બાદ લોકોએ પાલિકા તંત્રમાં રજૂઆત કરી હતી જે બાદ આજરોજ જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલ રેલ્વે પ્રાથમિક મિશ્ર શાળાથી ઘરે જતી વિદ્યાર્થીને ગાયે હુમલો કરતા તેને ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી જો કે વારંવાર પશુઓ દ્વારા વિદ્યાર્થીઓ પર હુમલાઓને લોકોએ વખોડી કાઢી વહેલી તકે પશુઓને પકડવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે…