બનાસકાંઠા (પાલનપુર)26 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમીરગઢના ઈકબાલગઢમાં 10 થી વધુ લોકોને શ્વાને કરડતા ઘાયલ થયા હોવાની ઘટના સામે આવી છે જેમાં ઈકબાલગઢ આજ સવારથીજ હડકાયો શ્વાન બજારમાં લોકોને લોકોને કરડતા ભયનો માહોલ જોવા મળ્યો છે. ઘાયલો ને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.

બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢમાં આજે વહેલી સવારથી જ એક શ્વાને આતંક મચાવ્યો છે. જેમાં બજારમાં ફરતા લોકોને અચાનક શ્વાન આવી કરડતા લોકો ને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારથી સાંજ સુધી 10થી વધુ લોકોને શ્વાને કરડવાની વિગતો મળી છે. બજારમાં રખડતા શ્વાનને પકડી સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
આ અંગે ભોગ બનનાર અયુબભાઈએ જણાવ્યું હતું કે, સવારે હું ઘરેથી દુકાન જવા માટે નીકળેલ હતો એટલે બજારમાં આવતાની સાથે મને કુતરાએ અચાનક હાથમા બચકું ભર્યું હતું એના પછી મેં તાત્કાલિક હોસ્પિટલ પહોચી સારવાર કરાવી જે બાદ ગામમાં દસ પંદર જણ ને પણ કુતરુ કરડ્યું છે.
ભોગ બનનાર હરેશભાઇ એ જણાવ્યું હતું કે આજે હું સવારે હું મોર્નિક વોકથી રિટર્ન ઘરે આવી રહ્યો હતો તે સમયે રસ્તામાં મને ફૂતરૂ કરડ્યું હું ઘરે આવી પછી મેં સારવાર કરાવી મને જાણવા મળ્યું કે 15 જેટલાં લોકો ને બીજા લોકો નેપણ કૂતરું કરડ્યું છે.