- Gujarati News
- Local
- Gujarat
- Surat
- People Overwhelmed By Jain Dharma Sangh’s 11th Acharya Maha Shramanji’s Padhramani, Magnificent And Vast Sanyam Yatra In Surat
સુરત2 કલાક પહેલા
- કૉપી લિંક
જૈન ધર્મસંઘના 11માં આચાર્ય મહા શ્રમણજીના સુરતમાં પદાર્પણ બાદ આજરોજ અણુવ્રત દ્વાર ખાતેથી ભવ્ય “અક્ષય સંયમ યાત્રા” સાથે તેમની વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી પ્રાંગણ ખાતે પધરામણી થઈ હતી. આ પ્રસંગે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ યાત્રામાં જોડાયા હતા. જેને પગલે માહૌલ “મહાશ્રમણમય” બની ગયો હતો.
10 કિમીનો વિહાર કરી અણુવ્રત દ્વાર ખાતે પહોંચ્યા
અહિંસા, પ્રમાણિકતા, કરૂણા અને મૈત્રીનો જન જન સુધી સંદેશો ફેલાવનાર યુગ પ્રધાન એવા જૈન ધર્મસંઘના 11માં આચાર્ય એ ગઈકાલે કામરેજ ખાતેથી ધવલ સેના સાથે પરવત પાટિયા ખાતે વિહાર કર્યો હતો. ત્યારબાદ આજરોજ અક્ષય તૃતીયા પ્રવાસ અંતર્ગત આચાર્ય મહા શ્રમણજી ધવલ સેના સાથે 10 કિમીનો વિહાર કરી અણુવ્રત દ્વાર ખાતે પહોંચ્યા હતા. અહીં તેમના સ્વાગત માટે મહિલાઓ, બાળકો અને પુરુષો મળી હજારો શ્રધ્ધાળુઓ ઉપસ્થિત હતા.

સંયમ યાત્રાને જોઈ સુરતીઓ પણ અભિભૂત થઈ ગયા
ત્યારબાદ અહીંથી વિવિધ ઝાકીઓ સાથે મધુર ગીતોની ધૂન વચ્ચે તેરાપંથ ધર્મ સંઘની તમામ સંઘીય સંસ્થાઓ કતારબદ્ધ રીતે આગળ વધી “અક્ષય સંયમ યાત્રા” કાઢવામાં આવી હતી. ભવ્ય અને વિશાળ સંયમ યાત્રાને જોઈ સુરતીઓ પણ અભિભૂત થઈ ગયા હતા. યાત્રાના માર્ગ પર જૈન ધર્મના લોકો સાથે અન્ય ધર્મના લોકોએ પણ આચાર્યના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

1111થી વધુ તપસ્વીઓ વર્ષીતપના પારણા કરશે
ભવ્ય યાત્રા ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રાંગણ ખાતે પહોંચી ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી. આચાર્ય મહા શ્રમણ અક્ષય તૃતીયા પ્રવાસ વ્યવસ્થા સમિતિ સુરતના અધ્યક્ષ સંજય સુરાના એ જણાવ્યું હતું કે આવતીકાલે સવારે 8 વાગે અક્ષય તૃતીયા મહોત્સવની શરૂઆત થશે, જ્યાં આચાર્યના સાનિધ્યમાં 1111 થી વધુ તપસ્વીઓ વર્ષીતપના પારણા કરશે.

આચાર્ય આગામી 5 મે સુધી સુરતમાં પ્રવાસે
વિશ્વેષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરતમાં અક્ષય તૃતીયાના અવસરે યોજાનાર વર્ષતપ તપસ્વીઓના પારણા એ એટલા માટે ઐતિહાસિક લેખાશે કે ભારતમાં પ્રથમ વખત તેરાપંથ ધર્મસંઘમાં 1111થી વધુ તપસ્વીઓ આચાર્યના સાનિધ્યમાં પારણા કરશે. આચાર્ય આગામી 5 મે સુધી સુરતમાં પ્રવાસે છે. દરમિયાન વિભિન્ન ધાર્મિક, આધ્યત્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સૌ સુરતવાસીઓ લાભ લઈ શકે છે.

1111થી વધારે વર્ષીતપની સાધના કરી ઇતિહાસ રચ્યો
આચાર્ય મહાશ્રમણજીએ આ વર્ષ 2023ના વર્ષીતપના પારણાં સુરતની ધરા ઉપર ફરમાવ્યા છે. એમના વચનની સાથે જ તેરાપંથ શાશનના ધર્મ પ્રેમી ભાઈ-બહેનોએ 1111થી વધારે વર્ષીતપની સાધના કરીને એક અદ્ભૂત ઇતિહાસ રચ્યો છે. જેમાં સૌથી નાની ઉંમરની 10 વર્ષના બાળક અને મોટી ઉંમરમાં 92 વર્ષના વડીલ સહિત દરેક ઉંમરના તપસ્વીઓએ આ મહાન તપના યજ્ઞમાં સહભાગી થયા છે.

એક જ પરિવારમાંથી 11 વર્ષીતપ તપસ્યા
પતિ-પત્ની સજોડે તપની આરાધના કરનારા પણ ઘણા છે. જેમાં વાવ-ગુજરાતના એક જ સંઘવી લક્ષ્મીબેન છોટાલાલ પરિવારમાંથી 11 વ્યક્તિએ તેરાપંથ ધર્મસંઘના 11 આચાર્ય અને 11માં આચાર્ય મહાશ્રમણજીને વર્ષીતપની આરાધના કરીને આ મહાન તપની ભેટ આપી છે.