રાજ્ય સરકાર ચોથા તબક્કામાં નવસારી ખાતે 125 બસનું લોકાર્પણ થશે, હર્ષ સંઘવી અને સી.આર.પાટીલ લીલી ઝંડી બતાવશે | State Government will launch 125 buses at Navsari in the fourth phase, Harsh Sanghvi and CR Patil will show the green flag. | Times Of Ahmedabad

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા પેસેન્જરની સેવામાં આધુનિક બસોનું નિર્માણ કરાવ્યું છે જેમાં કુલ 900 નું લોકાર્પણ રાજ્યના અલગ અલગ વિભાગીય સેન્ટર પરથી કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આવતીકાલે નવસારી બસ ડેપોથી હોમ મિનિસ્ટર હર સંઘવી અને સાંસદ સી આર પટેલ 125 બસને લોકાર્પિત કરશે.

રાજ્યમાં જૂની જર્જરીત થઈ ગયેલી બસોની અનેક વખત ફરિયાદો વધતા રાજ્ય સરકારે મોટી સંખ્યામાં નવી બસો આધુનિક સુવિધા યુક્ત બનાવડાવી છે જેમાં 150,ગાંધીનગર,70 પાલનપુર,150 જામનગર અને 4 તબક્કો 125 નવસારી લોકાર્પિત થવા જઈ રહી છે.રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે લીલી ઝંડી બતાવી બસ પોતાના ગંતવ્ય સ્થળ માટે ઉપડશે.

લોકર્પિત થનાર 125 બસ પૈકી 70 મી, 35 2X2,20 સ્લીપર બસ પેસેન્જર ને સગવડ અને આરામદાયક સુવિધા સાથે સેવા આપશે.વલસાડ ના ઈંચા.વિભાગીય નિયામક વી.એચ.શર્મા એ માહિતી આપતા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત ના વિભાગીય સેન્ટર નવસારી ખાતે આવતીકાલે 125 જેટલી બસો લોકાર્પીત થનાર છે જેમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

أحدث أقدم