સુરત34 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજ્યમાં આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. સુરત જિલ્લામાં 187 કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા માટે કુલ 2125 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 63,750 ઉમેદવારો નોંધાયા હતા. ત્યારે આજે લેવાયેલી પરીક્ષામાં 23,374 ઉમેદવારો હાજર રહ્યા હતા. જ્યારે 40,376 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. ટકાવારી પ્રમાણે જોઈએ તો 36.67 ટકા જ ઉમેદવારો હાજર રહ્યા હતા અને પરીક્ષા આપી હતી.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર આયોજિત જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા આજે રોજ બપોરે 12:30થી 1:30 દરમિયાન યોજાઈ હતી. બીજી તરફ શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. સુરતમાં જુનીયર ક્લાર્કની પરીક્ષાને લઈને રાજ્યના અલગ અલગ શહેરોમાંથી ઉમેદવારો આવ્યા હતા. કેટલાક ઉમેદવારોનું રહેઠાણ દુર હોય તેઓ રાત્રિ જ શહેરમાં આવી પહોચ્યા હતા. બપોરે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થતા ઉમેદવારો પોતાના નિવાસ સ્થાન જવા માટે રવાના થયા હતા. આખરે પરીક્ષાર્થીઓ પરીક્ષા પૂર્ણ થતા હાશકારો અનુભવ્યો હતો. સતત પેપર ફૂટવાના માનસિક ક્લાસ માંથી વિદ્યાર્થીઓએ રાહત ભરી રીતે પરીક્ષા આપી હતી.