Monday, April 24, 2023

પશ્ચિમ બંગાળથી યુવતીનું અપહરણ કરીને વાપીમાં લાવી દેહ વેપાર કરાવવાના કેસમાં ઝડપાયેલા 2 આરોપીઓ 5 દિવસના રિમાન્ડ ઉપર | 2 accused in the case of abducting a girl from West Bengal and bringing her to Vapi for body trade, on 5 days remand | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વાપીના છીરી વિસ્તારમાં ફેલટમાં રહેતી એક પશ્ચિમ બંગાલની મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે પશ્ચિમ બંગાલના જ બે યુવકની ધરપકડ કરી હતી. જે બાદ તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા વધુ એક ચોકાવનારો ખુલાસો થયો છે. આ બન્ને આરોપીઓએ પશ્રિમ બંગાળની અન્ય એક 20 વર્ષીય યુવતીનું અપહરણ કર્યું હતું. તેમજ તે યુવતીને સેલવાસ અને દમણની હોટેલમાં દેહ વેપાર માટે ઢકેલી લીધી હતી. તે કેસમાં વાપીની ડુંગરા પોલીસની ટીમે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાંથી આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના વાપીના છીરીના રણછોડ નગરમાં રહેતી એક પશ્ચિમ બંગાલની મહિલાના ફ્લેટમાં 18 એપ્રિલના રોજ લૂંટના ઇરાદે હત્યા થઈ હતી. ઘટનાની જાણ ડુંગરા પોલીસને થતા પોલીસે LCB અને SOGની ટીમની મદદ લઈને ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ વડે ગણતરીના દિવસોમાં પશ્ચિમ બંગાલના 2 યુવકની અટકાયત કરી હતી. જેઓની પૂછપરછ કરતા બંને યુવકોએ લૂંટના ઇરાદે મહિલાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

આ ઉપરાંત પોલીસે વધુ પૂછપરછ કરતા અન્ય એક ચોંકાવનારો ખુલાસો પણ થયો હતો. એક મહિના પહેલા પશ્ચિમ બંગાલના વર્ધમાન જિલ્લાના કાલના પોલીસ મથક હદ વિસ્તારમાં પિતા સાથે દવાખાને જતી 20 વર્ષની યુવતીનું અપહરણ કરીને આરોપીઓ વાપીના છીરી ખાતે લાવ્યાં હતા. છીરીમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાલના બીલ્કીશ મંડલ પાસે લાવ્યાં હતા. આરોપીઓ અપહરણ કરીને લાવેલી યુવતી પાસે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ સેલવાસ અને દમણ ખાતેની હોટલોમાં દેહ વેપાર કરાવતા હોવાની કબૂલાત કરી હતી. વલસાડ જિલ્લા પોલીસે યુવતીને દેહ વેપારના ચુંગાલમાંથી છોડાવી યુવતીનો કબ્જો મેળવી પશ્ચિમ બંગાલના વર્ધમાન જિલ્લાના કાલના પોલીસ અને યુવતીના પરિવારને જાણ કરી યુવતીનો કબ્જો તેના પરિવારને સોંપવાની કવાયત હાથ ધરી છે. વલસાડ પોલીસે પશ્ચિમ બંગાલના વર્ધમાન જિલ્લાના કાલના પોલીસ મથકનો અપહરણનો ભેદ ઉકેલી યુવતીને દેહ વેપારના ચુંગાલમાંથી બચાવી લીધી હતી.

આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ બહાઉદ્દીન ઉર્ફે રાજુ શાહીદુલ્લ મંડલ અને સમીર ઉર્ફે અમિત હનીફ મંડલને આજે કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. યુવતીનો પરિવાર યુવતીને લેવા ઘરેથી નીકળી ગયા હોવાનું વલસાડ પોલીસને જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: