દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

લીમખેડા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ક્લાર્કે દાહોદ નજીક દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર સુપરફાસ્ટ ટ્રેન નીચે પડતું મૂકી આયખું ટૂંકાવ્યાનું જાણવા મળેલ છે. જોકે કોર્ટના કર્મચારીએ કયા કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. તે અંગે હાલ કોઈ સ્પષ્ટ રીતે બહાર આવી નથી. પરંતુ જીઆરપી પોલીસે મૃતકની લાશને પીએમ માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી છે.

આત્મહત્યાનું રહસ્ય અકબંધ
પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના હાથીયાવન પલાસ ફળિયાના મૂળ રહેવાસી અને હાલ ગવર્મેન્ટ કોલોનીમાં રહેતા અને લીમખેડા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુમેરસિંગ નાહરસિંહ પલાસે અગમ્ય કારણોસર દાહોદ રેલવે સ્ટેશન નજીક બી કેબીન પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર ટ્રેન નંબર 19020 બાંદ્રા-હરિદ્વાર દેહરાદુન એક્સપ્રેસ આગળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.
જીઆરપીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આ બનાવની જાણ દાહોદ જીઆરપી પોલીસને થતા દાહોદ જીઆરપી પોલીસે ઘટના સ્થળે પહોંચી મરણ જનાર સુમેરસિગની લાશનો કબ્જો મેળવી પીએમ માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દીધી હતી. જોકે લીમખેડા કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુમેરસિંગે કયા કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે તે હાલ બહાર આવ્યું નથી પરંતુ જીઆરપી પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.