- Gujarati News
- Local
- Gujarat
- Sabarkantha
- Mother And Son Killed In Accident Between Bike And Tractor On Waghpur Road, 2 Children Killed In Collision With Eco Car Eicher Near Kabodari, Parents Injured
સાબરકાંઠા (હિંમતનગર)2 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રાંતિજના વાઘપુર-સૂર્યકુંડ મંદિર રોડ પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં માતા-પુત્રનું મોત
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વાધપુરથી સુર્યકુંડ મંદિર રોડ ઉપર રવિવારે બપોરે 12 વાગ્યાના સુમારે બાઇક અને ટ્રકેટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ખેતરમાં ટીફીન લઈને બાઇક ઉપર જઇ રહેલ માતા-પુત્રનુ મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરાર ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત એવી હતી કે, પ્રાંતિજના વાધપુર સુર્યકુંડ મંદિર રોડ ઉપર રવિવારના બપોરના 12 વાગ્યાના સમયે વાધપુર ખાતે રહેતા જીતાબા પરબતસિંહ રાઠોડ તથા તેમનો મોટો પુત્ર ધમેન્દ્રસિંહ પરબતસિંહ રાઠોડ બન્ને જણા પોતાના બાઇક ઉપર ખેતરમાં રહેતા દિકરા માટે ટીફીન લઈને જતા હતા. તે દરમિયાન વાધપુરથી સુર્ય કુડ મંદિર રોડ ઉપર સામેથી રેતી ભરીને આવતા ટ્રેકટરે અને બાઇકને ટક્કર મારતા બાઇક સાથે બાઇક ચાલક રોડ ઉપર પટકાયો હતો. તો રેતી ભરેલ ટ્રેકટર આગળનું ટાયર ચડી જતાં બાઇક ચાલક ધમેન્દ્રસિંહ પરબતસિંહ રાઠોડનું ધટના સ્થળ ઉપર કમકમાટીભર્યુ મોત નિપજ્યું તો બાઇક પાછળ બેઠેલ માતા જીતાબાને પણ શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા તેવોને પહેલા 108 મારફતે પ્રાંતિજથી વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન દરમ્યાન જીતાબા પરબતસિંહ રાઠોડનું મોત નિપજ્યુ. તો અકસ્માતને લઈને માતા-પુત્રનુ મોત નિપજ્યુ હતું.

આ અકસ્માતમાં બે બાળકોના પિતા ધમેન્દ્રસિંહ પરબતસિંહ રાઠોડ તથા માતા જીતાબા પરબતસિંહ રાઠોડનું મોત નિપજ્યુ હતુ. અકસ્માત થયા બાદ રેતી ભરેલ ટ્રેકટર ચાલક ટ્રેકટર મુકીને ધટના સ્થળેથી ભાગી ગયો હતો. અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કેશરીસિંહ મગનસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી.
તલોદના કબોદરી પાસે વાહનનું સામેથી લાઈટ પડતા અંજાઈ જતા ઇકો રોડ પર ઉભેલ આઈશર સાથે ટકરાઈ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણથી હિંમતનગર ઇકો લઈને બાળકની દવા લેવા જતાં સમયે શનિવારે સાંજે 6 વાગ્યાના સુમારે કબોદરી પાસે વાહનનું સામેથી લાઈટ પડતા અંજાઈ જતા ઇકો રોડ પર ઉભેલ આઈશર સાથે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાળકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. તો પતિ-પત્નીને ગંભીર ઈજાઓ થતા હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત અંગે તલોદ પોલીસે સ્ટેશનમાં રવિવારે ફરિયાદ નોધાવી હતી.

આ અંગેની વિગત એવી છે કે તલોદના રણાસણમાં રહેતા અને મોબાઈલ રીપેરીંગનો વ્યવસાય કરતા મિતુલ નાયી તેમની પત્ની હેતલબેન અને 6 વર્ષની દીકરી આર્યા 9 માસનો દીકરો કિયાનને ઇકોમાં ગાડીમાં હિંમતનગર દવા લેવા જતા હતા. સાંજે 6 વાગ્યાના સમયે દરમિયાન કબોદરી પાસે વાહનનું સામેથી લાઈટ પડતા અંજાઈ જતા ઇકો રોડ પર ઉભેલ ચેતવણીના નિશાન વગર ઉભી રાખેલ આઈશર સાથે ટકરાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં દીકરી આર્યા, બાળક કિયાનનું પિતા મિતુલભાઇ અને માતા હેતલબેનને પણ શરીરે ઈજાઓ થઇ હતી. આ તમામ ઈજાગ્રસ્તોને 108માં સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં લઇ ગયા હતા. જ્યાં બને બાળકોને તબીબે મૃત જાહેર કર્યા હતા, તો ઈજાગ્રસ્ત માતા-પિતાની સારવાર કરવામાં આવી હતી. અકસ્માત અંગે તલોદ પોલીસ સ્ટેશનમાં રવિવારે સંદીપકુમાર મણીલાલ નાયીએ આઈશર ચાલક સામે ફરિયાદ નોંધાઇ હતી.




