સુરેન્દ્રનગર8 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે કોરોના પોઝિટીવનો એક જ કેસ ધ્યાને આવ્યો હતો. આમ જિલ્લામાં હવે 28 એક્ટિવ કેસ રહ્યા છે.રવિવારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પોઝિટિવનો એક જ કેસ સાયલા તાલુકાના ગ્રામ્યમાં નોંધાયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે 1 દર્દીને રજા આપવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં તા.1 એપ્રિલને શનિવારે એક જ દિવસમાં 6 લોકો કોરોનાગ્રસ્ત બનતા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. ત્યારે રવિવારે સુરેન્દ્રનગર જિલ્લામાં 7 આરટીપીસીઆર ટેસ્ટ અને 1 એન્ટીજન ટેસ્ટ મળી કોરોનાના કુલ 8 જ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે કોરોના પોઝિટીવનો એક જ કેસ ધ્યાને આવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કોરોના પોઝિટિવ નોંધાયો છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસનો આંક 28 રહ્યો છે.
બીજી તરફ જિલ્લામાં રસીનો સ્ટોક ન હોવાના કારણે કુલ 37,40,262 લોકોએ રસીકરણ અટકી ગયુ હતુ.આ રસીકરણમાં પ્રથમ ડોઝ 14,81,842 લોકોએ અને બીજો ડોઝ 16,01,669 લોકોએ લીધો હતો. જ્યારે 6,56,741 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. જિલ્લાના કુલ રસીકરણમાં 16,52,405 પુરૂષો અને 14,30,559 મહિલાઓનો સમાવેશ થાય છે. આ રસીકરણમાં કોવિશિલ્ડની 30,03,627 તેમજ કોવેક્સિનની 6,45,015 તેમજ 12 થી 14 વર્ષની વયના 89,543 લોકોએ કોબર વેક્સિનની રસી લીધી હતી. જ્યારે 15 થી 17 વર્ષના 2,38,208, 18 થી 44 વર્ષની વયના 17,97,714 અને 45થી 60ની ઉંમરના 6,26,657 તેમજ 60થી ઉપરની વયના 4,64,426 લોકોએ રસી લીધી હતી.