Monday, April 24, 2023

રાજકોટની લોટરી બજારમાં 3થી વધુ શખ્સોએ લાકડી ધારીયા અને ધોકાથી ફટકારી આધેડને મોતને ઘાટ ઉતાર્યા | A middle-aged man was beaten to death by more than 3 persons in Rajkot's lottery market. | Times Of Ahmedabad

રાજકોટ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં પોલીસનો ખોફ સતત ઓસરી રહ્યો હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. આજે બપોરના સમયે એક યુવકની હત્યા થયાની ઘટના સામે આવી હતી. જેની ગણતરીની કલાકોમાં વધુ એક હત્યા થયાનું સામે આવ્યું છે. જેમાં લોટરી બજાર નજીક ત્રણ કરતા વધુ શખ્સોએ લાકડી, ધારીયા અને ધોકાનાં ઘા મારી આધેડને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. અને મૃતકની લાશને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી આ કામના આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત અનુસાર આજે સાંજના સમયે મોચીબજાર નજીક આવેલી લોટરી બજાર પાસે ત્રણથી વધારે શખ્સોએ કોઈ કારણોસર સાજીદભાઈ અંતરિયા નામના આધેડ પર હુમલો કર્યો હતો. અને સાજીદભાઈ કંઈપણ સમજે તે પહેલાં લાકડી, ધારીયા અને ધોકા વડે આડેધડ માર માર્યો હતો. જેમાં ગંભીર ઇજાને પગલે સાજીદભાઈનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે તેમને બચાવવા માટે વચ્ચે પડેલો ભત્રીજો ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બીજીતરફ ભર બજારમાં થયેલા આ હુમલાને પગલે લોકોનાં ટોળેટોળા એકઠા થઇ જતા આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

હત્યાના આ બનાવની વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ આધેડ સાજીદભાઇ અહીં લસણનો થડો ચલાવે છે. તેઓ પોતાના થડા પાસે હતા ત્યારે બાજુમાં જ ફ્રૂટની લારી ધરાવનાર રફીકના પુત્ર શબ્બીર સાથે તેઓનેબપોરના સમયે બોલાચાલી થઇ હતી. બાદમાં સાંજના આ ડખો વધુ વકરતાં શબ્બીર રફીક, તોફિક ઉર્ફે રામો, રફીક અને આરીફ સહિતનાઓએ લાકડી, ધારિયા અને ધોકા વડે સાજીદભાઇ પર જીવલેણ હુમલો કર્યો હતો. કાકાને બચાવવા માટે તેનો ભત્રીજો અનીશ વચ્ચે પડતાં તેને પણ ધારિયાના ઘા ઝીંકી દીધા હતા.

આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે ઘટનાને પગલે રોષે ભરાયેલ લોકોના ટોળેટોળા સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જેને પગલે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને ટોળાને વિખેરી હાલ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિતના માધ્યમો દ્વારા આરોપીઓની ઓળખ મેળવી દબોચી લેવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: