પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક

પાટણ જિલ્લામાં છેલ્લા દોઢ માસથી જિલ્લામાં કોરોનાનાં કેસ શરૂ થવા પામ્યા છે. દિવસે-દિવસે કોરોનના કેસ માં વધારો થયો છે.ત્યારે આજે શનિવારે કોરોનાના 7 કેસ નોંધાયા હતા. જેમાં પાટણ 5 ચાણસ્મ 2 મળી કુલ 7 કોરોન કેસ નોંધાયો છે. જિલ્લામાં કુલ 54 એક્ટિવ કેસ છે.જિલ્લામાં કુલ 156 કેસ અત્યાર સુધી નોંધાયા છે.
પાટણ જિલ્લામાં કોરોન ના કેસ વધી રહ્યા છે ત્યારે આજે કોરોના ના 7 કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેરની સગોટાની શેરી માં 30 વર્ષ ની મહિલા ,રતનમણી સોસાયટી માં 72,કતપુર માં65 વર્ષ ના પુરુષ,બાલીસણામાં 26 વર્ષ નો યુવાન,સંડેરમાં 30 વર્ષ નો યુવાન અને ચાણસ્મા ના મંડલોપ માં 56 વર્ષ ના પુરુષ અને ચાણસ્મા ના ઉગમના વાસ માં 38 વર્ષ ની મહિલા ને ખાંસી અને તાવ જેવી બીમારીથી સંક્રમિત થતા કોરોના શંકાસ્પદ લાગતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો શનિવારે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ કેસ જાહેર કરવામાં આવતા કોરોના ના 7 કેસ સામે આવ્યા હતા.
જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં તાવ શરદી સહિતના કોરોનાના લક્ષણો વાળા બીમાર દર્દીઓના વિવિધ સેન્ટરો ઉપર RTPCR 589 અને એન્ટીજન 25 મળી કુલ 614 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 5 પુરુષ અને 2 સ્ત્રી રિપોર્ટ પોઝિટિવ આવ્યો આમ જિલ્લા અત્યારે 54 કેસ એક્ટિવ છે જિલ્લામાં અત્યાર સુધી 156 કેસ નોંધાયા છે.4 લોકો સાજા થયા છે.