Sunday, April 9, 2023

પાટડીના આદરીયાણા સમસ્ત હિંદુ સમાજે મળી અનુસુચિત જાતિના મહોલ્લામાં 'સમરસ હનુમાન મંદિર' બનાવ્યું, સમસ્ત ગ્રામજનોએ દાદાની સામુહિક આરતી | Adariyana Samast Hindu Samaj of Patdi built 'Samaras Hanuman Mandir' in scheduled caste neighborhood, Samast villagers did a collective aarti of Dada. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટડી તાલુકાના છેવાડાના આશરે પાંચ હજાર જેટલી જનસંખ્યા ધરાવતા આદરિયાણા ગામે સમરસતા કેન્દ્રિત કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આજથી બરાબર એક વર્ષ પહેલા સમરસતાના વિચાર સાથે ગામના હિન્દુ સમાજના વિવિધ વર્ગના યુવાનોએ સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠની શરૂઆત કરી હતી. દર અઠવાડિયે હિન્દુ સમાજના જુદા જુદા વર્ગના ઘરે જઈ, સમાજના દરેક વર્ગના લોકોને જોડીને હનુમાન ચાલીસા કરવામાં આવતા હતા. જેની ગામ અને સમાજમાં એક હ્રદયસ્પર્શી અસર ઊભી થવા માંડી હતી.

આ ઉત્તમ કાર્યને શરૂ થયે એક વર્ષ પૂર્ણ થતું હોઈ સામૂહિક ચર્ચાને અંતે એકમતે સૌ ગ્રામજનોએ નિર્ણય કર્યો કે, આશરે 900 વર્ષ પહેલાં ગામમા આહીર જ્ઞાતિના લોકો વસવાટ કરતા હતા. જેઓએ તે વખતે શ્રી હનુમાનજીની સ્થાપના કરી હતી. તે સ્થાનક કે, જે અત્યારે અનુસૂચિત જાતિના મહોલ્લામા આવેલુ છે. અને જેની સેવા પૂજા પણ અનુસૂચિત જાતિના બાંધવો દ્વારા વર્ષોથી કરવામાં આવી રહી છે, તેનો જીર્ણોદ્ધાર કરવો. આથી આદરીયાણા ગામના સમગ્ર હિન્દુ સમાજે તે સ્થાન પર શ્રી હનુમાનજી મહારાજના મંદિરનું ભવ્ય નિર્માણ કરી સમાજની સમરસ શક્તિનો પરિચય કરાવ્યો હતો અને આ મંદિરનું નામકરણ “સમરસ હનુમાન મંદિર”કરવામાં આવ્યું હતુ.

જેમાં વહેલી સવારથી શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞકાર્ય સંપન્ન કરી પૂજન, આરતી કરવામાં આવી હતી. જેમાં આ કાર્યક્રમની એક વિશેષતા એ પણ રહી કે, ચુરમાની પ્રસાદી માટે ગામના દરેક હિંદુના ઘરેથી એક મુઠ્ઠી ઘઉં લેવામાં આવ્યા હતા. અને એકત્રિત થયેલા ઘઉંમાંથી પ્રસાદ બનાવવામાં આવી હતી અને આ પ્રસાદ તમામ પરિવારો, વ્યક્તિઓ સુધી વહેંચવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિનેશભાઈ રથવી અને રઘુવીર ખાંભલાએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતુ. અને છેલ્લે સાંજે અનુસૂચિત જાતિના બહેનો દ્વારા પોતપોતાના ઘરેથી આરતી માટે થાળી સજાવીને લાવવામાં આવી હતી. અને ગામ સમસ્તે સાથે મળીને દાદાની આરતી ઉતારી હતી. કાર્યક્રમને અંતે સૌએ ભગવાન શ્રીરામ અને હનુમાનજી મહારાજના જીવનનું સ્મરણ કરી, સમાજમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે વ્યાપેલી વિષમતાઓ, છુઆછૂત, આભડછેટ વગેરેને દૂર કરવા માટે જેમ નરસિંહ મહેતા, મીરાંબાઈ, સંત રૈદાસ, મહાત્મા ફુલે, ડૉ.બાબાસાહેબ આંબેડકર વગેરેએ પ્રયાસ કર્યા હતા તેને પરિપૂર્ણ કરવા માટે મનોમન સંકલ્પ કર્યો હતો. ત્યારે આદરીયાણા ગામજનોએ “હિંદવઃ સોદરા સર્વે ન હિન્દુ પતિતો ભવેત્”મંત્ર ચરિતાર્થ કરી સૌને પ્રેરણા આપી છે.

અન્ય સમાચારો પણ છે…