રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક

રાજકોટ સિવિલમાં CPR તાલિમ અભિયાન
ગુજરાતભરમાં વધતા જતા હૃદયરોગના હુમલાને અટકાવવા માટે તાત્કાલિક અસરથી કોઈપણ દર્દીને CPR આપી શકાય તે માટે CPR તાલીમનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપની સૂચના મુજબ આજે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે CPR તાલીમ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

વહેલી સવારે 9 વાગ્યાથી આ તાલીમ અભિયાન શરૂ
ગુજરાત પ્રદેશ ભાજપ ડૉક્ટર સેલ દ્વારા આજ રોજ રાજ્યની 38 કોલેજોમાં આશરે 1200 જેટલા તબીબો દ્વારા ભાજપનાં કાર્યકર્તાઓને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR)ની તાલીમ આપી હતી. જેમાં રાજકોટ શહેર PDU સિવિલ હોસ્પિટલ ખાતે તબક્કાવાર કાર્યકર્તાઓને તાલીમ આપવામાં આવી હતી. વહેલી સવારે 9 વાગ્યાથી આ તાલીમ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું,

વોર્ડવાઈઝ તબક્કાવાર તાલીમ અભિયાનનું આયોજન
આ તમામ વોર્ડના કાર્યકર્તાઓને યોગ્ય રીતે તાલીમ મળી રહે તે માટે વોર્ડવાઈઝ તબક્કાવાર તાલીમ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભા 68 અંતર્ગત સવારે 9 વાગ્યાથી વોર્ડ નંબર 4,5,6,15 અને 16. ત્યારબાદ વિધાનસભા 68 અંતર્ગત 10.30 વાગ્યે વોર્ડ નંબર 1,2,3,7,8,9 અને 10. છેલ્લે 11.30 વાગ્યે વિધાનસભા 70 અંતર્ગત વોર્ડ નંબર 11,12,13,14,17 અને 18નાં કાર્યકર્તાઓ તાલીમમાં જોડાયા હતા અને દર્દીને ઇમર્જન્સીમાં CPR કેવી રીતે આપવું? તે અંગે તાલીમ મેળવી હતી.


વધુ વાંચો :
