અમદાવાદ26 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદ નજીક આવેલા સાણંદ ચાચરવાડી ગામ પાસે ખાનગી કલરની કંપનીમાં આગ લાગી હતી. 10 જેટલા ફાયર ફાઈટરની ટીમ અમદાવાદથી રવાના કરવામાં આવી હતી. ફાયરના અધિકારીઓ અને ફાયરના જવાનો દ્વારા હાલ કંપનીમાં લાગેલી આગ અને કાબુમાં લેવામાં આવી હતી. આખી કલરની ફેક્ટરીમાં સોલ્વન્ટ અને કેમિકલના કારણે આગ ફેલાઈ ગઈ હતી. કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા પાંચ કિલોમીટર દૂર સુધી દેખાયા હતા.
ધુમાડાના ગોટે ગોટા પાંચ કિલોમીટર દૂર સુધી દેખાયા
ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ સાણંદ પાસે આવેલા ચાચરવાડી ગામ નજીક ખાનગી કલરની કંપનીમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો. જેથી પહેલા અમદાવાદ ફાયર બ્રિગેડની સાત જેટલી અને ત્યારબાદ વધુ ત્રણ એમ કુલ 10 જેટલી ગાડીઓને ત્યાં રવાના કરવામાં આવી છે. અત્યાધુનિક સાધનોની મદદથી પાણીનો મારો ચલાવી અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા હાલ આગને કાબુમાં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ એટલી ભીષણ લાગી છે કે આના ધુમાડાના ગોટે ગોટા પાંચ કિલોમીટર દૂર સુધી દેખાયા હતા. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. કંપનીમાં કેમિકલ અને સોલ્વન્ટ છે અને કલરની કંપની હોવાથી આગ વધુ ઝડપથી ફેલાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.