Thursday, April 20, 2023

રાજકોટમાં બે શખ્સો ગ્રાહકોના ડોક્યુમેન્ટ મેળવી સીમકાર્ડ એક્ટિવ કરી મિત્રોને વેચી દેતા,ઓનલાઈન વેરીફીકેશનમાં ભાંડો ફૂટ્યો | Gandhigram police arrested two persons in Rajkot bogus SIM card scam | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

બોગસ સીમકાર્ડ કૌભાંડમાં રાજકોટ ગ્રામ્ય બાદ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ છે. ગાંધીગ્રામ પોલીસે આ મામલે સાયબર ક્રાઈમના ક્રિપાલસિંહ ચુડાસમાની ફરીયાદ પરથી હર્ષિલ અશોકભાઈ વાઘેલા (ઉ.વ.23) અને દિગ્વિજય ચંદ્રકાંતભાઈ સરવૈયા (ઉ.વ.23) સામે IPC કલમ 406,465,468 અને 471 હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કંપનીના સીમકાર્ડ માટે ડેમો નંબરનો ઉપયોગ કરતા
પોલીસના જણાવાયા મુજબ આરોપી હર્ષિલ અને દિગ્વિજય એરટેલ કંપનીના સીમકાર્ડ માટે ડેમો નંબરનો ઉપયોગ કરી શહેરમાં અલગ અલગ સ્થળોએ તેમની પાસે સીમકાર્ડ ખરીદ કરવા આવતા ગ્રાહકોના આધારકાર્ડના ફોટા પાડી ડેમો મોબાઈલમાં ઓનલાઈન કસ્ટમર ફોર્મમાં ગ્રાહકની વિગત ભરી ફોટાની જગ્યાએ તેમના ફોટા કે અન્ય મિત્રોના ફોટા પાડી અપલોડ કરી પીઓએસ એજન્ટ તરીકે તેના અને મિત્રોના ફોટા પાડી કંપની સાથે વિશ્વાસઘાત કરતા હતા. તેમજ આ બનાવટી સીએએફ કંપનીને મોકલાવી ઓનલાઈન વેરીફીકેશન કરાવી સીમકાર્ડ એક્ટીવ કરતા હતા.

ઓનલાઈન વેરીફીકેશન કરાવી સીમકાર્ડ એક્ટીવ કરાવ્યું
આરોપી હર્ષિલ રાજકોટના દુકાનદાર જીજ્ઞેશ માઘાણીના ડેમો નંબરમાં પોતાના મોબાઈલ નંબરથી લોગીન થઈ પ્રદીપભાઈ કુછડીયાનું આધારકાર્ડ મેળવી સીએએફમાં ગ્રાહકની વિગત ભરી તેના ફોટાની જગ્યાએ પોતાના મિત્ર એવા દિગ્વિજયનો ફોટો પાડી તેને અડલોડ કર્યો હતો. પીઓએસ એજન્ટ તરીકે પોતાનો ફોટો પાડી આ બનાવટી સીમકાર્ડ કંપનીમાં મોકલી ઓનલાઈન વેરીફીકેશન કરાવી સીમકાર્ડ એક્ટીવ કરાવ્યું હતું. હાલ બન્નેની પુછપરછ કરવામાં આવી રહી છે તેમજ અત્યાર સુધીમાં કેટલા સીમકાર્ડ એક્ટિવ કર્યા એ અંગે હાલ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: