હાલોલએક કલાક પહેલા
- કૉપી લિંક
હાલોલ-વડોદરા રોડ ઉપર આવેલા હાલોલ ટોલનાકા પાસે આજે એક દૂધ ભરેલું ટેન્કર ડિવાઈડર ઉપર ચડી જતા મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો. રાંધણગેસના બાટલ લઈ જતા ટેમ્પો ચાલકે ઉતાવળે ટેન્કર આગળ નીકળવા જતા એક કિયા કારને ઘસરકો મારી દેતા ટેન્કર ચાલકે મોટી દુર્ઘટના ટાળવા ગાડી ડિવાઈડર ઉપર ચડાવી દેતા દૂધ ભરેલા ટેન્કરને ક્રેઇન વડે બહાર કાઢવામાં આવ્યું હતું.

હાલોલ ટોલ પ્લાઝા પાસે ગોધરા જઈ રહેલા દૂધ ભરેલા ટેન્કરને ઓવરટેક કરીને નીકળવા જતા ગેસના સિલિન્ડર ભરીને જતા ટેમ્પા ચાલકે એક કારને ઘસરકો મારી બ્રેક કરી દેતા દૂધ ભરેલા ટેન્કર ચાલકે ટેન્કર ટેમ્પો સાથે ન ભટકાય તે માટે ડિવાઈડર ઉપર ચડાવી દેતા ટેન્કર અને સિલિન્ડર ભરેલા ટેમ્પો વચ્ચે અકસ્માત નડ્યો હતો.
ટોલ પ્લાઝા પાસે અકસ્માત થતા એક તબક્કે વડોદરા તરફથી હાલોલ આવી ગયેલા વાહનોની કતાર લાગી હતી. ટોલ પ્લાઝા દ્વારા વૈકલ્પીક વ્યવસ્થા કરી વડોદરા તરફના એન્ટ્રી ગેટમાંથી વાહનો કઢાવવા પડ્યા હતા. ડિવાઈડર ઉપર ચડી ગયેલા ટેન્કરને બહાર કાઢવા ક્રેઇનની મદદ લેવામાં આવી હતી.