અમદાવાદ11 મિનિટ પહેલા
- કૉપી લિંક

આઇપીએલ શરૂ થઈ ત્યારથી માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં બુકીઓ દ્વારા કરોડો રૂપિયાનો સટ્ટો રમાડવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પી. કે. ગોહિલની ટીમે ચાંદખેડાના એક લક્ઝૂરિયસ બંગલામાં ચાલતા સટ્ટાના કેન્દ્ર પર દરોડા પાડી સટ્ટો રમાડતા 11 બુકીઓને ઝડપી લીધા છે. તેમની પાસેથી કરોડો રૂપિયાના વ્યવહારોની વિગતો, જુદી જુદી ડાયરીઓ, લેપટોપ તથા મોબાઈલ પોન મળી આવ્યા છે. આ તમામ બુકીઓ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના છે. કુખ્યાત બુકીઓમાં રવિ માલી, જીતુ માલી અને દિલીપ સોલંકી પાસે સટ્ટો કપાવાતો હતો. કરોડો રૂપિયાના વ્યવહારો કરવા માટે તેમણે જરૂરિયાતમંદ લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને તેમાંથી હવાલા પાડવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે.
બેંગ્લોર-રાજસ્થાનની મેચ પર સટ્ટો રમાડવામાં આવ્યો
થોડા સમય પહેલા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાકેશ રાજદેવ અને જીત થરાદ માટે શહેરમાં સટ્ટો રમાડતા બુકીઓને ઝડપી લીધા હતા. જેની તપાસમાં 1414 કરોડના હવાલા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પીસીબીએ માધુપુરામાંથી સટ્ટાધામ ઝડપી 10 હજાર કરોડના હવાલાની વિગતો શોધી કાઢી હતી. તેમ છતાં બુકીઓ દ્વારા રોજની મેચ પર હજારો કરોડના સટ્ટા રમાડવામાં આવી રહ્યો છે. રવિવારે બેંગ્લોર-રાજસ્થાન વચ્ચેની મેચ પર મોટા પ્રમાણમાં સટ્ટો રમાડવામાં આવ્યો હતો.
સટ્ટો રમાડતા 11 બુકીઓને ઝડપી પાડ્યા
ક્રાઈમ બ્રાન્ચની ટીમે માહિતી મળી હતી કે, ચાંદખેડા સ્વાદ ગાંઠિયા રથની ગલીમાં આવેલા રોયલ ઓર્ચિડ બંગલોજના બંગલા નંબર 7માં કેટલાક બુકીઓ રટ્ટો રમાડી રહ્યા છે. પોલીસે બંગલામાં દરોડા પાડીને જુગાર રમાડતા 11 બુકીઓને ઝડપી લીધા હતા. તેઓ જુદી જુદી એપ્લિકેશન મારફતે ઓનલાઈન સટ્ટો લેતા હતા. રાજસ્થાન ઉત્તર પ્રદેશના આ બુકીઓ માટે કુખ્યાત બુકી રવિ માલી, જીતુ માલીએ આ બંગલો ભાડે રાખ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
કયા કયા બુકીઓ ઝડપાયો
- ભવરલાલ જેઠારામ ચૌધરી (રાજસ્થાન)
- અશોકકુમાર રાજુરામ સૈન(રાજસ્થાન)
- અશોક તેજદાસ સંત (રાજસ્થાન)
- પ્રકાશ ઉર્ફે મુન્નો બાબુલાલ માલી (રાજસ્થાન)
- ભીયારામ જેઠારામ ડુકીયા (રાજસ્થાન)
- કિશન મેઘારામ જાટ (રાજસ્થાન)
- આસુરામ દેવારામ ચૌધરી (રાજસ્થાન)
- ઘેવરચંદ રુપારામ જાટ (રાજસ્થાન)
- કેશારામ અસલારામ ચૌધરી (રાજસ્થાન)
- રાજેન્દ્ર હરિરામ પ્રજાપતિ (રાજસ્થાન)
- સુનિલ અમરપાલ ગૌતમ (ઉત્તર પ્રદેશ)
- દિલીપ સાલીકરામ ગૌતમ (ઉત્તર પ્રદેશ)
વોન્ટેડ આરોપી
- રવિન્દ્ર ઉર્ફે રવિ માલી
- લિલીપ સોલંકી
- જીતુ માલી