દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

દાહોદ તાલુકાના છાપરી ગામે ખુલ્લી જગ્યામાં જાહેરમાં આઈપીએલ મેચો પર હારજીતનો જુગાર રમતા ચાર ઈસમો પૈકી બેને પોલીસે ઝડપી પાડયા હતા. ત્રણ મોબાઈલ કિંમત રૂા. 21,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
પોલીસે બાતમીના આધારે દરોડો પાડયો
દાહોદ બી. ડિવીઝન પોલીસને મળેલી બાતમીના આધારે છાપરી ગામમાં છાપો મારવામા આવ્યો હતો. ત્યારે છાપરી ગામે ખુલ્લી જગ્યામાં જાહેરમાં આઈપીએલ મેચો પર હારજીતનો જુગાર રમતા આદિત્ય કૈલાશભાઈ ડાભી (રહે. ગોદીરોડ, રામનગર, દાહોદ, તા.જિ.દાહોદ), મનનભાઈ પિયુષભાઈ મદાન (રહે. દાહોદ કોલેજ રોડ, સફલ એપાર્ટમેન્ટ, તા.જિ.દાહોદ), જાવેદભાઈ, જયરાજભાઈ (રહે. હનુમાન બજાર, તા.જિ.દાહોદ) જુગાર રમતા હતાં. તે સમયે ઓચિંતી પોલીસે રેડ પાડતાં ઉપરોક્ત ચાર પૈકી જાવેદભાઈ તથા જયરાજભાઈ બંન્ને નાસી જવામાં સફળ રહ્યાં હતાં. જ્યારે પોલીસે આદિત્ય અને મનનને ઝડપી પાડી તેઓની પાસેથી ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂા. 21000, ડાયરી તથા બોલપેન વિગેરે મુદ્દામાલ કબજે કરી દાહોદ બી. ડિવીઝન પોલીસે ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જીલ્લામાં સટ્ટા મામલે મેગા ડ્રાઇવ જરુરી છે
આ પહેલા પણ દાહોદ શહેરમા ગોવિંદ નગર મા પોતાના જ ઘરમા સટ્ટો રમતો યુવક ઝડપાઈ ગયો હતો.તેવી જ રીતે જીવનદીપ સોસાયટીમાંથી પણ બે સટોડિયાને ઝડપી પાડવામા આવ્યા હતા.જો કે આવા કેસ થાય તે આવકાર્ય છે પરંતુ આઈપીએલ ના સટ્ટા મામલે દાહોદ શહેર સહિત જિલ્લામા પોલીસ ડ્રાઇવ કરવી જરુરી છે.જો તેમ કરવામા આવે તો ઘણા ગુના નોંધાઈ શકે છે.કારણ કે ભુતકાળમા આવા ઘણા ગુના નોંધાઈ ચુક્યા છે.તેમાયે દાહોદ શહેરમા આઈપીએલ સટ્ટો એક દુષણ બની ગયુ છે સર્વવિદિત છે.
No comments:
Post a Comment