નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા
- કૉપી લિંક

નર્મદા જિલ્લામાં અચાનક વરસાદી માહોલ સર્જાયો હતો, વીજળીના ભારે કડાકા સાથે બપોર બાદ વરસાદ પડતાં કેરીના પાકને નુકશાનીની ભીતિ વચ્ચે કેટલીક જગ્યાએ વીજળી પડવાની ઘટના પણ સામે આવી હતી.

દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં સવારથી જ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે, તેમજ કમોસમી વરસાદ પડતા કેરી અને અન્ય પાકોને મોટાપાયે નુકસાન થયું છે. તો કેટલીક જગ્યાએ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. નર્મદા જિલ્લામાં પણ બપોર બાદ અચાનક વાતવણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને અચાનક વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ સર્જાતા વરસાદ પડ્યો હતો. આ બધા વચ્ચે રાજપીપળા નજીક રામગઢ ગામમાં વરસાદી ઝાપટા વચ્ચે તાડના ઝાડ પર વીજળી પડતાં તાળનું ઝાડ બળીને ખાખ થઈ ગયું હતુ. આ ઘટના સ્થાનિક લોકો માટે એક ચિંતાનો વિષય બન્યો હતો.

તાળનું ઝાડ અચાનક સળગી ઉઠતાં કેટલાક સ્થાનિક લોકોએ સમગ્ર ઘટના મોબાઇલમાં કેદ કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર હાલ વાઈરલ થઈ રહ્યો છે. તો બીજી તરફ ઝાડ પર વીજળી પડતા નજીકમાં આવેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી. જેની જાણ રાજપીપળા નગરપાલિકાની ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચતા આગ પર કાબુ મેળવી લીધો હતો. અને સળગતાં તાડના ઝાડાને ઓલવી વધુ આગ ફેલાવતા આટકાવી હતી.

