- Gujarati News
- Local
- Gujarat
- Narmada
- A Request To Take Appropriate Action Towards The Completion Of The Construction Work Of The Tribal University Complex; Education Minister Visited The Complex
નર્મદા (રાજપીપળા)31 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેર ડીંડોર આજરોજ નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. મંત્રીએ તેઓની આ મુલાકાત દરમિયાન દેશની એકમાત્ર ટ્રાઇબલ યુનિવર્સિટીની મુલાકાત કરી હતી.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીત નગર ખાતે નિર્માણ પામી રહેલી દેશની એકમાત્ર ટ્રાઇબલ યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચતા જ મંત્રી ડો. કુબેર ડીંડોરનું કુલપતિ ડૉ. મધુકર પાડવીએ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. સાથો સાથ મંત્રીને વારલી પેઇન્ટિંગ વાળી ફ્રેમ તેમજ બિરસા મુંડાની કોતરણી વાળી લાકડાની ફ્રેમ ભેટ આપી હતી.

કુલસચિવ ડૉ. વિજયસિંહ વાળાએ યુનિવર્સિટી કેમ્પસના પ્રોજેક્ટ મેપીંગ તથા થ્રીડી ઈમેજ થકી સંપૂર્ણ કેમ્પસની જાણકારી પૂરી પાડી હતી. ત્યારબાદ મંત્રી એ યુનિવર્સિટીના અધિકારીઓ તેમજ હાલમાં બાંધકામ સાથે જોડાયેલી એજન્સીના અધિકારીઓ સાથે બેઠક યોજીને આગામી વિશ્વ આદિવાસી દિવસ એટલે કે 9મી ઓગસ્ટ, 2023 સુધીમાં યુનિવર્સિટી સંકુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા અને ઓગસ્ટ મહિનામાં યુનિવર્સિટી કેમ્પસનું લોકાર્પણ કરી સમગ્ર દેશમાં એક સારો સંદેશો આપી શકાય તે પ્રકારની કામગીરી હાથ ધરવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ યુનિવર્સિટી સંકુલના નિર્માણ માટે પૂરતું બજેટ હોય આ કામગીરી પૂર્ણ કરવા માટે વધુ લોકોની જરૂર જણાય તો તેમને પણ કામે લગાડવા જણાવ્યું હતું. આપણે સૌ સાથે મળીને સહિયારા પ્રયાસ થકી કામગીરી પૂર્ણ થાય તે દિશામાં કાર્યરત રહીએ તેમજ સંકુલને હરિયાળુ બનાવવા માટે વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિ અગાઉથી જ કરવા માટે સૂચન પણ કર્યું હતું.



