Tuesday, April 25, 2023

કડીના સાદરા ચોકડી પાસે પેટ્રોલપંપના માલિક સાથે લૂંટ કરનાર બે આરોપીને સાંથલ પોલીસે જોટાણાથી દબોચી લીધા | Santhal police nabbed two accused who robbed a petrol pump owner near Sadra Chowkdi in Kadi. | Times Of Ahmedabad

મહેસાણા22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કડીના દેત્રોજ રોડ પર સાદરા ચોકડી પાસે આવેલા બંસીધર પેટ્રોલપંપે રૂ.300નું પેટ્રોલ ભરાવી પૈસા ન આપતાં થયેલી બોલાચાલીની અદાવત રાખી ત્રણ શખ્સોએ ઓફિસમાં તોડફોડ કરી પંપ માલિકને છરી મારી રૂ.1.25 લાખનો સોનાનો દોરો લૂંટી ફરાર થઈ ગયા હતા. જે કેસમાં પંપ માલિકની ફરિયાદ આધારે કડી પોલીસે દેત્રોજના ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો ત્યારે આજે આ કેસના બે આરોપીને સાંથલ પોલીસે ઝડપી લીધા છે.

સાંથલ પોલીસ સ્ટાફના પી.એસ.આઈ એ.કે.વાઘેલા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગ પર હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે, કડીના સાદરા વિસ્તારમાં લૂંટ કેસમાં ફરાર આરોપી સોલંકી કુંદન સિંહ અને સોલંકી દેવરાજ સિંહ જોટાણા ઓ.એન.જી.સી.સર્કલ પાસે ઉભા છે. જેને આધારે પોલીસે બે આરોપીને ઝડપી લીધા હતા
શું હતી સમગ્ર ઘટના?
નાનીકડીની અનમોલ ગ્રીન સોસાયટીમાં રહેતા પટેલ શૈલેશભાઈ શંકરભાઈના કડી-દેત્રોજ રોડ પર સાદરા ચોકડી પાસે આવેલા બંસીધર પેટ્રોલપંપ સાંજના ચારેક વાગે દેત્રોજનો કુંદનસિંહ દરબાર અને દેવો દરબાર બાઇકમાં રૂ.300નું પેટ્રોલ પુરાવી પૈસા નહીં આપી બોલાચાલી કરી જતા રહ્યા હતા.

જેની અદાવત રાખી સમી સાંજે સાતેક વાગે કુંદન, દેવો અને બીજો એક અજાણ્યો શખ્સ બે બાઇક પર છરી, ધોકા અને લાકડીઓ સાથે પંપ પર આવ્યાં હતા અને પંપના માલિક શૈલેશભાઈ અને મેનેજર મનુભાઈ પટેલને ગાળો બોલી મારવા જતાં શૈલેશભાઈ ઓફિસમાં જતા રહેતાં આ શખ્સોએ ઓફિસનો કાચ તોડી અંદર ઘૂસી શૈલેશભાઈને હાથના ભાગે છરી મારી હતી અને ધોકાથી માર મારી ગળામાં પહેરેલો રૂ.1.25 લાખનો અઢી તોલા સોનાનો દોરો લૂંટી ત્રણેય જણા ભાગી ગયા હતા. શૈલેશભાઈને ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. બનાવ અંગે શૈલેશભાઈએ કડી પોલીસ મથકમાં દેત્રોજના કુંદનસિંહ દરબાર, દેવો દરબાર સહિત ત્રણ સામે લૂંટની ફરિયાદ નોંધાવી છે.

Related Posts: