Saturday, April 22, 2023

ટંકારાની આસુન્દ્રા નદીના કાંઠે જુગાર રમતા બે ઝડપાયા; ટ્રકની ઠોકરે બાઈક સવાર આધેડનું મોત | Two caught gambling on banks of Asundra river in Tankara; A middle-aged biker died after hitting a truck | Times Of Ahmedabad

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક

મોરબી એલ.સી.બી.ના પીઆઈ ડી.એમ. ઢોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.જે. ચૌહાણ અને પીએસઆઈ એન.એચ. ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સ્ટાફના સુરેશ હુંબલ તથા વિક્રમ કુગસીયાને ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારાના અમરાપર રોડ ઉપર જતા પ્રથમ પવન ચક્કી સામે આસુન્દ્રા નદીના કાંઠે બાવળના ઝાડ નીચે બે ઈસમો જુગાર રમી રહ્યા છે. જેના આધારે દરોડા પાડી જ્યાં જુગાર રમતા રમેશ રણછોડભાઇ કોરીંગા અને રાજીવ કેશવજીભાઇ પાચોટીયાને રોકડ રકમ રૂ. 31,400 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રકની ઠોકરે બાઈક સવાર આધેડનું મોત…
મોરબી માળિયા હાઈવે પર સવારના સુમારે અકસ્માત સર્જાયો હતો. જેમાં દુધના ધંધાથી આધેડ લક્ષ્મીનગર ગામ નજીક બાઈક લઈને જતો હતો. ત્યારે ટ્રક ચાલકે ઠોકર મારતા 50 વર્ષના આધેડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે નિત્યાનંદ સોસાયટીમાં રહેતા કિરણ નરશીભાઈ જીવાણી (ઉ.વ.50) નામના આધેડ દુધનો વ્યવસાય કરતા હોય અને પોતાનું બાઈક લઈને લક્ષ્મીનગર ગામના પાટિયા નજીકથી પસાર થતા હતા. ત્યારે ટ્રક ચાલકે ઠોકર મારી હતી, જેથી કિરણને ગંભીર ઈજા થતા મોત થયું હતું. તો અકસ્માત સર્જી વાહનચાલક નાસી ગયો હતો. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસના મનીષ બારૈયા અને સાગર સહિતની ટીમ દોડી ગઈ હતી અને બનાવ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…