જુનાગઢ6 કલાક પહેલા
- કૉપી લિંક
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા અને સાંસદ રાજેશ ચુડાસમાએ ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’એ નિઃશુલ્ક બતાવવાનો નિર્ણય લીધો છે.ત્યારે આગામી 11મી મેથી 19મી મે સુધી ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ નિઃશુલ્ક બતાવવામાં આવશે. નવ દિવસ સુધી દરરોજ બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યાના શોમાં આ ફિલ્મ બતાવવામાં આવશે.
જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ જણાવ્યું હતું કે તો કેરાલા સ્ટોરી ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી આ ફિલ્મને કરમુક્ત કરવા રજૂઆત કરવામાં આવી છે. કારણ કે આ ફિલ્મ ખરેખર સમાજની તમામ દીકરીઓએ જોવા જેવું છે અને પ્રેરણાદાયક ફિલ્મ છે. જે રીતે દેશની અંદર લવ જેહાદના નામે આંતકવાદીઓ જે રીતે દીકરીઓનું શોષણ કરી રહ્યા છે અને વાસ્તવિકતા શું છે તે વાસ્તવિકતા પર આ ફિલ્મ આધારિત છે અને આ ફિલ્મ જોવું પણ ખૂબ જરૂરી છે. કારણ કે દીકરીઓ આ ફિલ્મ જોશે તો લવની પાછળ પાગલ બની અને જે રીતે દીકરીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ખૂબ મહત્વની બાબત પણ જોવી જરૂરી છે. જેના માટે મુખ્યમંત્રી આ ફિલ્મને કરમુક્ત કરે તેવી ભલામણ છે. કારણ કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ જે રીતે એક રાષ્ટ્રવાદની ભાવના સાથે સનાતન હિન્દુ ધર્મ અને માનવતા વાદ સાથે ચાલી રહ્યા છે.ત્યારે તેમની અંદર ગુજરાત પણ સહભાગી બને તેવા પ્રયત્નો કરીએ. અને આ કેરાલા સ્ટોરી ફિલ્મ ટેક્સ મુક્ત કરવા માટે ભલામણ કરી છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયાએ 11-5 થી 19-5 સુધી જૂનાગઢમાં વિના મૂલ્યે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ બહેનોને લાભ મળે તે માટે બતાવવાનો પ્રયત્ન કર્યો છે..