વલસાડ7 કલાક પહેલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ખાતે આવેલ તુલસી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના પ્લોટ નંબર 72માં આવેલ નિશિકા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા અરૂણભાઇ પરશુરામ જાટવ તથા રાજ કિશોર રામ છબીલ વર્માં તારીખ 7મી મે 2023ના રોજ ઈંડા લેવા માટે કંપની બહાર વેલવાગડ જઈ રહ્યા હતા. જે દરમિયાન કંપની નજીક ખુલ્લા મેદાનમાં સ્થાનિક રહેવાસી ધીરુભાઈ અને રજનીભાઈએ આ બંને ઈસમો અને સાથે ગાળા ગાળી કરી માર મારતા અરૂણભાઇ નામનો ઈસમ આ બંનેથી બચી કંપનીમાં જઈ કંપનીના સુપરવાઇઝર યોગેન્દ્ર પાંડે, બલજીત મુકેશ વર્મા વિગેરેઓને જાણ કરતા તેઓએ દોડી આવ્યા હતા. અને માર ખાઈ રહેલા રાજ કિશોરને હુમલાખોરો પાસેથી છોડાવી પરત કંપનીમાં લઇ આવ્યા હતા.
ત્યારબાદ સ્થાનિકો આ બંને ઈસમો ધીરુભાઈ તથા રજનીભાઈએ પરિયા ગામના સરપંચના પતિ અમિતભાઇ પટેલને આ મારામારી અંગે જાણ કરી હતી. ગામના એક જવાબદાર અને સરપંચના પતિ તરીકે સમગ્ર કારભાર સભાળતા હોય ગામમાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે ના હેતુસર સમાધાન માર્ગ અપનાવવાના બદલે રાતે 15 થી 20 જેટલા પોતાના સાગરીતો સાથે કંપની ખાતે ઘસી જઈ કંપનીનો દરવાજો ખોલી કંપનીમાં કામ કરતા અને કંપનીમાં જ રહેતા બલજીત , યોગેન્દ્ર , મુકેશ , રિંકુ વિગેરે ઓને લાકડા તથા લોખડના સળિયા વડે માર મારી ગભિર ઈજા પહોચાડી કંપનીના બારી તથા દરવાજાને નુકસાન કરી ભાગી છૂટયા હતા
આ અંગેની જાણ કંપની માલિક ભાર્ગવ કથીરીયા તથા પૌલિક કથીરીયાને થતાં તેઓ તાત્કાલિક કંપની ખાતે દોડી આવ્યા હતા. કંપની ખાતે આવી 108ને જાણ કરી મારમારીમાં તમામ ઈજાગ્રસ્તોને વાપી હરિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પારડી પોલીસની ટીમને થતા પરડો પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘટના સ્થળ અને આજુબાજુમાં CCTV ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરી છે. પારડી પોલોસે તપાસ દરમ્યાન હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.