વલસાડના તીથલ સમુદ્ર કિનારે કેરી મહોત્સવનું સફળ આયોજન પૂર્ણ, 133થી વધુ કેરીઓની અલગ અલગ બ્રાન્ડ પ્રદર્શનમાં મુકવામાં આવી | Successful organizing of Mango Festival at Teethal Seashore, Valsad, more than 133 different brands of mangoes were put on display. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Successful Organizing Of Mango Festival At Teethal Seashore, Valsad, More Than 133 Different Brands Of Mangoes Were Put On Display.

વલસાડ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના તિથલ બીચ ખાતે વહીવટી તંત્ર દ્વારા કેરી મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસના સફળ આયોજનમાં 2 દિવસમાં વલસાડના લોકોએ કેરી મહોત્સવની મુલાકાત લીધી હતી. કેરી મહોત્સવમાં 133થી વધુ કેરીઓ અલગ અલગ બ્રાન્ડ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. આ પ્રદર્શન વડે જિલ્લામાં કેરીનું ઉત્પાદન વધારવા અને ખેડૂતોને વધુ સારો ભાવ મળી રહે તેવા પ્રયાસ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા. કેરી મહોત્સવમાં તમામ સ્ટોલ ઉપર ખેડૂતો દ્વારા મુકવામાં આવેલી તમામ કેરીઓનું વેચાણ પૂર્ણ થઈ ગયું હતું.

વલસાડ જિલ્લાના સ્થાનિક લોકોને અને ખેડૂતોના ખેતરેથી સીધી કેરી મળી રહે તે હેતુથી વલસાડના તિથલ બીચ ખાતે દ્વિ દિવસીય મેંગો ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો તેમની કેરી સીધી ખેતરથી લાવી ગ્રાહકોને સારી ગુણવત્તાની તેમજ વિવિધ જાતોની કેરી એક જ સ્થળ ઉપર મળી રહે તે માટે વલસાડ જિલ્લાના ખેડૂતો, APMC અને વિવિધ વિભાગોના ખેડૂતોએ 50થી વધુ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટોલમાં કેરી પ્રોસેસિંગને લગતી કંપનીઓ, નિકાસકારો, ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓ, બેંક તેમજ સખી મંડળને પણ સ્ટોલ આપવામાં આવ્યા છે. કંપનીઓ અને ખેડૂતોની સીધી મુલાકાત થાય અને તેમની કેરી કંપનીઓ સીધી જ ખરીદી કરે તે હેતુથી ખેડૂત અને કંપનીઓ વચ્ચે MOU થાય તેના પણ પ્રયત્નો મેંગો ફેસ્ટિવલ થકી કરવાનો ઉદેશ છે. વલસાડ ખાતે કેરી મહોત્સવમાં લોકોનો આભૂત પૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. જેને જોઈને નાયબ બાગાયત અધિકારી દ્વારા આવતા વર્ષોમાં પણ એના કરતાં.વધુ ભવ્ય આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કરતા ખેડૂતો અને કેરી રસિકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કેરી મહોત્સવ વડે દેશની વિવિધ કેરીઓનું વાવેતર વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રયાસ થકી વલસાડ જિલ્લામાં 15થી 20% કેરીનું વાવેતર આગામી ચોમાસામાં વધવાની શકતા બાગાયત અધિકારીએ દર્શાવી હતી.

Previous Post Next Post