બાયડ પંથકમાં ધોધમાર વરસાદ; માલપુર, મેઘરજમાં ગાજવીજ શરૂ; કમોસમી વરસાદથી મકાઈ, બાજરી અને ઘાસચારાને નુકસાન | Torrential rains in Baid Diocese; Thunderstorm started in Malpur, Meghraj; Damage to maize, millet and fodder due to unseasonal rains | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Torrential Rains In Baid Diocese; Thunderstorm Started In Malpur, Meghraj; Damage To Maize, Millet And Fodder Due To Unseasonal Rains

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ જાણે એક સિઝન બની ગઈ છે. ત્યારે સતત અલગ અલગ સ્થાનો પર વાતાવરણમાં પલટો જોવા મળે છે. ત્યારે આજે એકાએક અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

હવામાન વિભાગે 28થી 30 તારીખ દરમિયાન અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદની અગાહી કરી છે. ત્યારે આજે સમી સાંજે જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ, વાત્રક સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. માલપુર મેઘરજ આસપાસના વિસ્તારોમાં પણ હવામાં ધૂળની ડમરીઓ સાથે ગાજવીજ શરૂ થઈ છે. ત્યારે અન્ય તાલુકાઓમાં પણ વરસાદની સંભાવના છે. ત્યારે આ કમોસમી વરસાદના કારણે મકાઈ, બાજરી, જુવાર અને ઘાસચારાને નુકસાનની ભીતિ છે. આગામી દિવસોમાં પણ વરસાદની પુરી સંભાવના છે. ત્યારે વહીવટી તંત્રએ પણ ખેડૂતોને ખેતરમાં પડેલો મોલ સુરક્ષિત રાખવા ચેતવ્યા છે.