આ વર્ષે 3 હજાર ભક્તો અમરનાથ યાત્રાએ જશે; સુરતથી વર્ષે 6થી 7 હજાર લોકો અમરનાથ યાત્રાએ જાય છે | This year 3 thousand devotees will go on Amarnath Yatra; 6 to 7 thousand people go on Amarnath Yatra every year from Surat | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • This Year 3 Thousand Devotees Will Go On Amarnath Yatra; 6 To 7 Thousand People Go On Amarnath Yatra Every Year From Surat

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • કેટલાક ગ્રુપના ભંડારા પણ થશે
  • દર વર્ષે શહેરના શિવસેવક ગ્રુપના 250 યુવાનો જોડાઇને નવા યાત્રિકોને યોગ્ય માર્ગદર્શન આપે છે

જુલાઈમાં શરૂ થનાર અમરનાથ યાત્રામાં જવા અત્યાર સુધીમાં સુરતમાંથી 3000 લોકોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. દર વર્ષે 6થી 7 હજાર લોકો અમરનાથ યાત્રાએ જાય છે. જેમાં સુરતના શિવસેવક ગ્રુપના જ 250 યુવાનો દર વર્ષે જાય છે અને નવા લોકો જવાના હોય તેઓને યોગ્ય માર્ગદર્શન આપે છે. રસ્તાઓ સારા બની ગયા હોવાના કારણે માત્ર ત્રણ દિવસમાં યાત્રા થઈ શકે છે. સમગ્ર પહાડી વિસ્તારમાં લશ્કરના જવાનો તૈનાત હોય છે. યાત્રાએ જવાનું નક્કી થયા પછી દરરોજ હળવી કસરતો કરવી, થોડું ચાલવાનું રાખો જેથી કરીને થોડું ચાલવાનું થયું હોય તો મુશ્કેલી પડે નહીં.

જરૂરી ચીજ વસ્તુઓનું અગાઉથી લિસ્ટ બનાવીને તૈયાર રાખવું. રૂટિનમાં લેવાની તમામ દવાઓ સાથે રાખવી, ગરમ કપડા અને રેઇનકોટ પણ સાથે રાખો. ઠંડીની સાથે ગમે ત્યારે વરસાદ પણ પડી શકે છે. યાત્રા દરમિયાન તળેલું ઓછું ખાવું. પીવાના પાણીની બોટલ સાથે રાખવી જેથી કરીને રસ્તામાં બરફવાળું ઠંડું પાણી પીવું પડે નહીં.જરૂર પૂરતો જ ખૂબ ઓછો સામાન સાથે રાખો. ઉપર હવા પાતળી હોવાથી વોમિટ, ચક્કર આવવા, ગુસ્સો જેવી અનુભૂતિ થતી હોય છે તેથી સાથે ડ્રાયફ્રૂટનો નાસ્તો રાખવો. જરૂર પડે ત્યારે થોડું ખાવું. જેથી કરીને યાત્રા દરમિયાન કોઈપણ જાતની તકલીફ પડે નહીં.

23 મેએ સામાન ભરીને ભંડારા માટે સુરતથી ટ્રક રવાના થશે
રસ્તામાં ઘણા બધા ભંડારાઓ અને સેવાભાવી સંસ્થાઓ તમામ પ્રકારની ખાવા પીવાની ચીજોનો આગ્રહ કરે છે પરંતુ આપણા શરીરને અનુકૂળ હોય તે વસ્તુ અને તેટલી જ ખાવી.

અમે 12 યાત્રા પગપાળા કરી અને 1 હેલિકોપ્ટરમાં કરી છે
અમે 12 યાત્રા પગપાળા કરી છે અને એક હેલિકોપ્ટરમાં કરી છે 1997થી શરૂઆત કરી હતી. શરૂઆતમાં અમે જતા ત્યારે ગુજરાતી લોકોને ભોજન માટેની તકલીફ પડતી તેથી અમે ભંડારાની શરૂઆત કરી દર વર્ષે ટ્રક ભરીને સામાન્ય લઈ જઈએ છે. ઘઉં,બાજરીનો વગેરે લોટ તેમજ સંપૂર્ણ ગુજરાતી રસોઈ યાત્રીકોને જમાડવા માટેની પૂરેપૂરી તૈયારી કરીને જઈએ છીએ. આ વખતે પણ 23 મેએ સામાન ભરીને સુરતથી ટ્રક રવાના થશે. 20 સ્વયંસેવકો હોય છે. જે વારાફરતી અમરનાથ દર્શન કરી ભંડારામાં સેવા આપે છે. – વજુભાઈ સુહાગિયા, પ્રમુખ, માવતર ચેરીટેબલ ટ્રસ્ટ

છેલ્લા 18 વર્ષથી અમરનાથ યાત્રામાં ભંડારાની સેવા
છેલ્લા 18 વર્ષથી અમરનાથ યાત્રામાં ભંડારો કરીએ છીએ. અમારા ગ્રુપ દ્વારા દર વર્ષે યાત્રિકોની સેવામાં 4થી 5 લાખનો સામાન સુરતથી લઈ જઈએ છીએ. ગુજરાતીઓ વધુમાં વધુ લાભ લે તે માટે ગુજરાતી ભોજન બનાવીએ છીએ.વસ્તુ પહોંચાડવાની મુશ્કેલી પડતી હોવાથી વસ્તુનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખવું. – અશ્વિન અકબરી, સામાજિક કાર્યકર

Previous Post Next Post