જૂનાગઢએક કલાક પહેલા
- કૉપી લિંક
- પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત સરકારે 339.75 લાખ ચૂકવ્યા
સરકાર દ્વારા નાના અને શ્રીમંત ખેડૂતો માટે પાક સાચવવા સરકારની પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતરમાં ગોડાઉન બનાવવા માટે રૂ. 75000 ની સહાય ચૂકવવામાં આવે છે. જે યોજનાનો લાભ લઇ એક વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં 453 ખેડૂતોએ પાક સાચવવા ગોડાઉન બનાવ્યા છે.
જેમાં સરકાર દ્વારા પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત 453 ખેડૂતોને 339.75 લાખની સહાય ચૂકવવામાં આવી છે. આ અંગે મળતી વિગત અનુસાર સરકાર દ્વારા નાના અને શ્રીમંત ખેડૂતોને ખેતરમાં પાક સાચવવા ગોડાઉન બનાવવા પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત સહાય અપાઇ છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં વર્ષ- 2022- 23 માં આ યોજનાનો 453 ખેડૂતોએ લાભ લઇ પાક સાચવવા ખેતરે ગોડાઉન બનાવ્યા હતા. અને સરકાર દ્વારા ખેડૂત દીઠ 75 હજારની ગોડાઉન બનાવવા સહાય અપાઇ છે.
જે અંતર્ગત એક વર્ષમાં સરકારે 339.75 લાખ ચૂકવ્યા હતા. આ યોજના ખેડૂતો માટે આર્શીવાદરૂપ છે કારણ કે, ખેડૂતોએ પાકની જાળવણી, મહેનત કરીને બહોળા પ્રમાણમાં પાક મેળવ્યો હોય છે. પણ કોઇકવાર ચોમાસામાં વરસાદ, કમોસમી વરસાદમાં પાક ખેતરમાં પડ્યો હોય તે ન રહે તે માટે ગોડાઉનની જરૂરી છે.
સરકારની પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાથી ખેડૂતોને પાક સાચવવાની ચિંતા ન રહે તે માટે સરકાર દ્વારા ખેડૂતોને 75000 હજાર આ યોજના મારફત સહાય અપાઇ છે. આ યોજનાનો લાભ લેતા ધીરૂભાઇએ જણાવ્યું કે, અમારા જેવા નાના ખેડૂતો માટે ગોડાઉન બનાવવું મુશ્કેલ છે. પરંતુ સરકારની યોજનાના લાભથી ગોડાઉન બનાવ્યા બાદ પાક કે બિયારણ સાચવવા માટે ચિંતદુર થઇ છે.
એક વર્ષમાં સહાય લેનાર ખેડૂતો ધટ્યા
સરકાર દ્વારા પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 75 હજારની સહાય આપવામાં આવે છે. જે યોજનાનો વર્ષ 2021- 22માં આ યોજનાનો 474 ખેડૂતોએ લાભ લઇ પાક સાચવવા ગોડાઉન બનાવ્યા હતા. પરંતુ એક વર્ષમાં ખેડૂતોની સંખ્યા ઘટી વર્ષે 2022- 23 માં 453 ખેડૂતોએ યોજનાનો લાભ મેળવ્યો છે.