રાજકોટ ડિવિઝનમાં માત્ર 300 જ પેઢી શંકાસ્પદ હોવાનું તારણ | Only 300 firms were found to be suspect in Rajkot Division | Times Of Ahmedabad

રાજકોટ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જીએસટીના અધિકારીઓએ તપાસ શરૂ કરી

બોગસ બિલિંગ કૌભાંડ મુદ્દે તપાસના આદેશ મળતા સમગ્ર રાજ્યમાં તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટમાં પણ શંકાસ્પદ પેઢીનું લિસ્ટ જાહેર થયું છે. જેમાં અંદાજિત 300 વેપારીઓએ બોગસ પેઢી સાથે ખરીદ-વેચાણના વ્યવહારો કર્યા હોવાનું બહાર આવ્યું છે. રાજકોટમાં આ અંગે જીએસટી અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.

આ અંગે જીએસટીના જોઇન્ટ કમિશનરે જણાવ્યું હતું કે, રાજકોટમાં તપાસ શરૂ કરવામાં આવી છે. હજુ આ તપાસ બે મહિના ચાલશે. હાલના પ્રાથમિક તબક્કે પેઢી સ્થળ પર છે કે નહિ? અને જો તે હોય તેના ખરીદ-વેચાણના જ વ્યવહારોની તપાસ કરવામાં આવશે. વ્યવહારની ચકાસણી દરમિયાન કોઇ શંકાસ્પદ બાબતો નીકળશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા વેપારી મંડળ, ટેક્સ એસોસિએશનના સભ્ય અધિકારને મળ્યા હતા. પોતાની સમસ્યા રજૂ કરી હતી. આમ, તપાસના આદેશ થતાં જ કરદાતાઓ એલર્ટ થયા છે અને કોઇ ગેરરીતિ બહાર આવે નહિ તે માટેના પ્રયત્નો અત્યારથી જ શરૂ કરી દીધા છે.

Previous Post Next Post