પાલનપુર-હરિદ્વાર ટ્રેનમાં દોઢ માસ સુધી વેઈટિંગ,એક્સ્ટ્રા ટ્રેન શરૂ કરો | Waiting for one and a half month in Palanpur-Haridwar train, start extra train | Times Of Ahmedabad

પાલનપુર14 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પાલનપુરથી હરિદ્વાર જવા માટે દિવસની માત્ર એક જ ટ્રેન

હરિદ્વાર, વારાણસી જેવા યાત્રાધામ જવા માટે યાત્રીઓનો મોટો ધસારો હોય છે. પરંતુ પાલનપુરથી હરિદ્વાર જવા માટે દિવસની માત્ર એક જ ટ્રેન હોવાથી પ્રવાસીઓને ટિકિટ બૂક કરાવવા મહિનાઓ સુધી રાહ જોવી પડે છે. રજાઓ દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થતાં સ્પેશિયલ ટ્રેન દોડાવવા માંગ છે.

પાલનપુરથી હરિદ્વાર જવાની દૈનિક એક જ ટ્રેન હોવાથી દોઢ મહિના સુધી 50 થી 100 નું વેઇટિંગ બતાવી રહ્યું છે. સળંગ હરિદ્વાર સુધીની ટ્રેનમાં જગ્યા ન હોવાથી લોકોને ટ્રેન બદલીને જવું પડે છે, પરંતુ હરિદ્વાર જવાના મુસાફરોમાં વડીલોની સંખ્યા વધારે હોવાથી તેઓ ટ્રેન બદલીને જઈ શકે તેમ નથી. જેથી વર્ષોથી લોકો દ્વારા હરિદ્વાર જેવા માટે અન્ય ટ્રેનની વ્યવસ્થા કરવાની માંગણી કરાઇ રહી છે. વર્ષ દરમિયાન નહીં તો ઓછામાં ઓછું તહેવારો, રજાઓ દરમિયાન પાલનપુરથી હરિદ્વાર સુધીની સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવે તેવી માંગ છે.

આ અંગે વીરાભાઇ દેવાસીએ જણાવ્યું હતું કે દાદીના અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જવા . મહિના પહેલા બુકિંગ કરાવ્યું હતું પરંતુ કન્ફર્મ ન થતાં હરિદ્વાર સુધી જગ્યા મળે તો ઠીક નહિતર ઉભા-ઉભા જવું પડશે. માટે તંત્ર દ્વારા હરિદ્વાર માટે જે એક ટ્રેન છે તે વધારાની એક્સ્ટ્રા ટ્રેન ગોઠવવામાં આવે તો યાત્રીઓને ખૂબ જ ફાયદો થઈ શકે છે.

Previous Post Next Post