થરાદ નર્મદા મેઈન કેનાલ પર પાણીની દેખરેખ માટે 4 ટીમો ખડેપગે, ખેડૂતોએ પાણી ખેંચવા માટે મૂકેલા પંપ જપ્ત કરાયા | 4 teams deployed to monitor water on Tharad Narmada Main Canal, pumps installed by farmers to draw water seized | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતેથી પસાર થતી નર્મદા મેઇન કેનાલ આજ 1 લી મે-2023 થી 15 મે- 23 સુધી સાફ-સફાઇ અને રિપેરીંગ માટે બંધ કરવામાં આવી છે. આ નહેરમાંથી જિલ્લાના થરાદ, વાવ, સૂઇગામ, લાખણી અને ધાનેરા તાલુકાના 279 ગામો તથા 2 શહેરો થરાદ અને ધાનેરાને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.

જોકે કામગીરી દરમિયાન આ વિસ્તારના લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે એ માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર પીવા માટે પાણીનો ઉપયોગ કરી શકાય એ માટે મુખ્ય નહેરમાં 14 કિલોમીટર વિસ્તારમાં કોફર ડેમ બનાવી પાણીનો સ્ટોક રાખવામાં આવ્યો છે અને તેની દેખરેખ માટે પ્રાંત અધિકારી થરાદ અને સૂઇગામના અધ્યક્ષસ્થાને 4 જેટલી ટીમો ખડેપગે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે. આ સ્ટોકમાંથી ખેડુતો મેઇન કેનાલ ઉપર મશીન મુકી પિયત માટે પાણી ન ઉપાડે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠાએ જાહેરનામું પ્રસિધ્ધ કરી પાણી ખેંચવા પર પ્રતિબંધ મુક્યો છે. જેમાં નહેરમાં સ્ટોક કરેલું પાણી માત્ર પીવા માટે હોવાથી આ પાણી ઉપાડનાર વિરુધ્ધ પોલીસ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે એટલે ગેરકાયદેસર રીતે પાણી ચોરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે.