સાબરમતીમાં એસટી બસને રોકી ડ્રાઈવરને માર મારી 4 ભાગી ગયા | ST bus was stopped in Sabarmati, driver was beaten and 4 ran away | Times Of Ahmedabad

અમદાવાદ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ટ્રક ચાલકે બસને ઓવરટેક કરતા ડ્રાઈવરે ઠપકો આપ્યો હતો

અડાલજ ટોલટેક્ષ પાસે એક ટ્રક ચાલકે પૂરપાટ ઝડપે ટ્રક ચાલાવીને એસટી બસને ઓવરટેક કરતા સાઈડ ગ્લાસ તોડી નાંખ્યો હતો, જેથી બસ ડ્રાઈ‌વરે ટ્રક ચાલકને ઠપકો આપ્યો હતો. આ દરમિયાન બસ સાબરમતી મ્યુનિસિપલ સ્નાનાગર પાસે પહોંચી તે સમયે ટ્રક ચાલક સહિત ચાર લોકોએ બસ ઉભી રખાવીને બસના ડ્રાઈવરને માર માર્યો હતો, એટલુ જ નહીં બસના પાંચ કાચ પણ તોડી નાખ્યા હતા. આ દરમિયાન બે પેસેન્જરોને કાચ વાગતા ઈજા પહોંચી હતી.

એસટી બસને ઓવરટેક કરતા સાઈડ ગ્લાસ તોડી નાંખ્યો
મહિસાગરના વાસીગામે રહેતા રાયમલ પટેલિયા રાજપીપળા એસટી ડેપોમાં બસ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. બુધવારે તેમના કડંક્ટ્રર સાથે એસટી બસ લઈને ભાખરીવાવથી રાજપીપળા જવા માટે નીકળ્યા હતા. અડાલજ ટોલટેક્ષ પાસે એક ટ્રક ચાલક પૂરપાટ ઝડપે બસની સાઈડ મારીને બસના સાઈડ ગ્લાસ સાથે અથડાયો હતો. જેથી રાયલમભાઈએ તેને કેવી રીતે ટ્રક ચલાવે છે તેવો ઠપકો આપ્યો હતો.

અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ

તે સમયે ટ્રક ચાલક તું આગળ આવ હું તને બતાવુ છું તેવી ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો. રાયમલભાઈ એસટી બસ લઈને સાબરમતી પહોંચ્યા હતા. તે સમયે તે ટ્રક ચાલક અચાનક ટ્રકની સાઈડ મારી આગળ આવીને ટ્રક ઉભો કરી દીધો હતો. ટ્રકમાંથી પાંચ શખ્સો ઉતર્યા હતા અને રાયમલભાઈ સાથે ઝઘડો કરીને મારઝુડ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં એસટી બસ પર લાકડીઓના ફટકા મારીને ચાર કાચ તોડી નાખ્યા હતા. આ મામલે રાયમલભાઈએ સાબરમતી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચારેય અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous Post Next Post