-->
iklan banner

ભાવનગરમાં સતત બીજા દિવસે 41 ડીગ્રીએ તાપમાન પારો પહોંચ્યો, 38 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો | Temperature reaches 41 degree Celsius for second consecutive day in Bhavnagar, winds blow at 38 kmph | Times Of Ahmedabad

ભાવનગર8 કલાક પહેલા

  • કૉપી લિંક

ગોહિલવાડમાં ઉનાળાના સમાપનનો સમય નજીક હોવા છતાં આભેથી વરસતા અંગારા અને ગરમ લૂ થી રાહતના કોઈ જ અણસાર જણાતાં નથી. તાપમાન ઘટવાને બદલે ઉત્તરોત્તર વધતા લોકો કાળજાળ ગરમી થી અકળાઈ ઉઠ્યાં છે અને આ તાપને પગલ જનજીવન પ્રભાવિત થયું છે.

સતત બીજા દિવસે તાપમાનનો પારો યથાવત
ગત તા.25 ના રોજ મહત્તમ તાપમાન 40 ડીગ્રી નોંધાયું હતું અને આજે તા.26 ના રોજ એક ડીગ્રીના વધારા સાથે 41 ડીગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચી જતાં લોકો અંગદાહક તાપ-તડકામાં શેકાયા છે અને 35 કિલોમીટર ની ઝડપે ફૂંકાઈ રહેલી અગનઝાળ થી તોબા પોંકારી ઉઠ્યાં છે. આજે તા.26ના રોજ 41 ડીગ્રી તાપમાનનો પારો પહોંચ્યા હતો અને 38 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. બપોરે ઘર બહાર નિકળવું જાણે મુશ્કેલ થઈ પડ્યું છે દિવસ ભર વરસતી અગનવર્ષાની અસર મોડી રાત સુધી અકબંધ રહે છે, બધું ધગતુ હોય એવું લાગે છે લોકો ગરમીથી બચવા મહત્તમ પ્રયાસો કરી રહ્યાં છે છતાં આકરી ગરમીથી કોઈ જ રાહત નથી.

iklan banner