નર્મદા (રાજપીપળા)2 કલાક પહેલા
- કૉપી લિંક
નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમની જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. હજુ સુધી કેનાલમાં પડેલ ગાબડાનું કામ થયું નથી. જો કે કરજણ ડેમ વિભાગ દ્વારા પાણી ઓછું કરી દેવામાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે આ ગાબડું પુરી ખેડૂતોને પુનઃ પાણી આપવામાં આવશેની વાત હાલના ઈજનેર કરી રહ્યા છે.
ભરૂચ નર્મદા જિલ્લામાં સિંચાઇનું પાણી પૂરું પડતા કરજણ ડેમની જમાણા કાંઠાની માઇનોર ભાણદરા કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું. જે બાબતની કરજણ કેનાલ વિભાગના અધિકારીઓને પૂછાતા આધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી ગાબડું રીપેર થઇ શકે તેમ નહોતું એટલે પાણી ઓછું કરી દીધુ હતું. અને પાણી સુકાય એટલે રીપેર કરવામાં આવશે હજુ કામ પ્રગતિમાં હોવાની વાત કરી હતી.
આ બાબતે નાયબ કાર્યપાલક ઈજનેર,કરજણ સિંચાઈ ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, કરજણ ડેમથી 16 કિલોમીટર ગોરા સુધી કેનાલ છે તાજેતરમાં કરજણ કેનાલ માટે અંદાજિત 10 કરોડ મંજુર થયા છે. જેમાંથી હાલ 7 કરોડનું કામ થયું છે અને બીજું હજુ કામ ચાલુ છે. પરંતુ ઉનાળુ પાક માટે ખેડૂતોની માંગ વધતા પાણી છોડવામાં આવ્યું છે. આ જે કેનાલ ન ગાબડું પડ્યું એ ઓવર હેડ પાણીને કારણે થયું હોય શકે પણ જલ્દી રીપેર કરી સમારકામ કરી દેવાશે.