કાયાજી પ્લોટમાં ચોરીને અંજામ આપનાર ચોકીદાર દંપતી સહિતના ત્રણ ઝડપાયા; રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહિત 8.53 લાખની મત્તા રીકવર | Three arrested, including watchman couple, who committed theft in Kayaji plot; 8.53 lakh including cash, gold and silver ornaments recovered | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Three Arrested, Including Watchman Couple, Who Committed Theft In Kayaji Plot; 8.53 Lakh Including Cash, Gold And Silver Ornaments Recovered

મોરબી2 કલાક પહેલા

  • કૉપી લિંક

મોરબી શહેરના કાયાજી પ્લોટના બંધ મકાનને નિશાન બનાવી ચોકીદાર દંપતી સહિતનાઓ ઘરમાંથી લાખોની મત્તા ચોરી કરી નાસી ગયા હોય જે તસ્કર ટોળકીને મોરબી પોલીસે ઝડપી લીધા છે.

ગત તા. 30 એપ્રિલના રાત્રીથી તા. 1મેં દરમિયાન હિમાંશુભાઈ ચંડીભમ્મર પરિવારના સભ્યો સાથે પ્રસંગ હોવાથી બહાર ગયા હતા. ત્યારે બંધ મકાનને નિશાન બનાવી ચોકીદાર દંપતી સહિતનાઓએ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત 25.57 લાખની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ચોરીના બનાવ મામલે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી હતી. જે ચોરીના બનાવને પગલે એ ડીવીઝન પોલીસ ટીમ ઉપરાંત એલસીબી ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા પોલીસ ટીમો કાર્યરત હોય, દરમિયાન ગુનાને અંજામ આપનાર ફરિયાદીના ઘરે અગાઉ ચોકીદારી કામ કરતો રામ બહાદુર ઉર્ફે જોખીયો નેપાળી હાલ શક્તિ પ્લોટ શેરી નં. 2 ખાતે નવા બનતા બિલ્ડીંગની ચોકીદારી કરતો હોવાની માહિતી મળી હતી.

જે ચોકીદાર, તેનો દીકરો અને ચોકીદાર સદેબહાદુર અને તેની પત્ની બિંદુ જે ખરેખર પત્ની તરીકે સાથે રહેતી હતી. સદેબહાદુરની સાળી બિન્દ્રા બધા મળીને ગુનાને અંજામ આપ્યો હતો. જે બાતમીને આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા રામબહાદુર ઉર્ફે જોખીયા વિશ્વકર્મા (ઉ.વ.55), મનીષ વિશ્વકર્મા (ઉ.વ.30) અને દર્શના વિશ્વકર્મા (ઉ.વ.33) રહે ત્રણેય નેપાળ વાળાને ઝડપી લીધા હતા. જે આરોપીઓ પાસેથી ચોરી થયેલ પૈકી સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા અને કાંડા ઘડિયાળ મળી કુલ રૂ 8,53,520નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. તો અન્ય આરોપી સદે કામી, બિંદુ જૈશી, બિન્દ્રા વિશ્વકર્મા રહે બધા નેપાળ વાળાના નામ ખુલ્યા હોય જે આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

કેવી રીતે ચોરીને અંજામ આપતા ઝડપાયેલ આરોપી પૈકી રામબહાદુર નામનો ઇસમ અને તેનો દીકરો વિનોદે રહેણાંક મકાનમાં ચોરી કરવાનું અગાઉ નક્કી કરેલ હોય, પરંતુ પોતે ચોરી કરે તો શંકા જાય જેથી પોતાના વતન બાજુના ગામના સદે અને સદેની સાથે રહેતી બિંદુ તેમજ સાળી બિન્દ્રાને બોલાવી ઘરમાં ચોરી કરવાનો પ્લાન બનાવી ચોરીને અંજામ આપતા હતા અને ચોરીને અંજામ આપવા બે સ્ત્રીઓને ઘરઘાટીનું અને ચોકીદાર તરીકે કામે રખાવી ઘરના સભ્યો બહારગામ ગયા હોય, ત્યારે ઘરના તાળા તોડી ચોરી કરતા હતા. ચોરી બાદ સદેબહાદુર અને તેની સાથેની બંને સ્ત્રીઓ ભાગનો મુદ્દામાલ લઈને નાસી જતા.