આણંદના તારાપુર વાળંદપુરા પાયાની માટી ઢસડાઈ પડતા મજુર દબાઈ ગયો, ગૂંગળાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યું | Anand's Tarapur Valandpura foundation landslide, laborer crushed, died on the spot due to suffocation | Times Of Ahmedabad

આણંદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

તારાપુરમાં પંચમહાલની રોજગારી અર્થે આવેલ મજુરનું માટી ઢસડી પડવાથી કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.તારાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહીતી મુજબ તારાપુર તાલુકાના વાળદપુરામાં આવેલી પ્રાથમિક શાળામાં નવી બનાવવા માટેનું છેલ્લાં કેટલાંક સમયથી કામ ચાલે છે. આ પ્રાથમિક શાળાના પાયા ખોદવાનું કામકાજ ચાલતું હતું. જેના કારણે માટી કાઢવા માટે મશીન મુકવામાં આવ્યું હતું. તે દરમિયાન બુધવાર બપોરના સમયે ત્યાં મજૂરી કામ કરતો પંચમહાલનો વિપુલભાઈ શંકરભાઈ મશીન પાસે ગયો હતો. ત્યારે અચાનક પાયાની માટી ઘસડી પડતાં તે માટી નીચે દબાઈ ગયો હતો. તે દરમિયાન તેના ઉપર મશીન પડ્યું હતું.

મહત્વનું છે કે આ ઘટનાને લઈને આજુબાજુના કામ કરતા મજૂરો દોડી આવ્યાં હતાં.તેમણે જેમ તેમ કરીને વિપુલને માટીમાંથી બહાર કાઢ્યો હતો.પરંતુ વિપુલનું ગુંગળાઈ જતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.આ ઘટનાની જાણ તારાપુર પોલીસને થતાં તારાપુર પીએસઆઇ તથા તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક મજૂર વિપુલ શંકરભાઈના મૃતદેહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી કરી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.બીજી બાજુ તારાપુર પોલીસે આ અંગે અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Previous Post Next Post