અમલસાડ APMC માં કેરીની આવકમાં વધારો, સીઝન હજુ 15 દિવસ લંબાશે; ભાવ નીચે આવતા ગ્રાહકો ખુશ | Mango revenue increases in Amalsad APMC, season to extend another 15 days; Customers are happy when prices come down | Times Of Ahmedabad

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં બદલાયેલા વાતાવરણને કારણે લાંબા સમયથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે આ વખતે માવઠાને કારણે કેરીની સિઝન મોડી શરૂ થઈ હતી,જેને કારણે શરૂઆતમાં કેરીના ભાવ આસમાને પહોંચ્યા હતા.જો કે વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો હાલમાં કેરીની બમ્પર આવક થતાં કેરીના ભાવ નીચા આવ્યા છે.જેનો સીધો ફાયદો ગ્રાહકો વેપારીઓ અને ખેડૂતોને થયો છે.

ભીમ અગિયારસને કારણે ખરીદીમાં ઘટાડો નોંધાયો છે, અત્યાર સુધી મધ્યમ વર્ગ કેરીના ઊંચા ભાવને કારણે ખરીદશક્તિ ઓછી હતી પરંતુ મે ના અંત સુધી કેરીના ભાવ નીચે આવતા ગ્રાહકોને 1000માં મણ સુધી મળી રહે છે. નવસારી જિલ્લાની અમલસાડ APMC પણ કેરીની પ્રતિદિન આવક 7000 મણ સુધી પહોંચી છે.

બાગાયતી પ્રદેશ ગણાતા ગણદેવી તાલુકાની આંબાવાડીઓમાં પણ કેરીની વધુ આવક જોવા મળી છે. જેના કારણે અમલસાડ મંડળી સંલગ્ન APMC માં રોજના 7000 મણથી વધુ કેરીની આવક જોવાઈ રહી છે. જેને કારણે કેરીના ભાવ ઘટ્યા છે, ખાસ કરીને કેસર 700 થી 1300 રૂપિયા સુધી અને હાફૂસ 1100 થી 1200 રૂપિયા સુધી મળી રહી છે. જ્યારે લંગડો અને દેશી કેરીની આવકમાં પણ વધારો થયો છે. ખાસ કરીને કેરીની વધુ આવકથી ખેડૂતોને ફાયદો થયો છે, પરંતુ ગરમી વેપારીઓ માટે ભાવમાં મુશ્કેલી ઉભી કરી રહી છે. કારણ અમલસાડથી રોજના રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા જતા કેરીના બોક્ષમાં ગરમીને લીધે કેરી વહેલી પાકવાની સ્થિતિ બનતા બજારમાં યોગ્ય ભાવ ન મળવાને કારણે વેપારી ચિંતા મુકાયા છે. જોકે ખેડૂત અને વેપારીઓ વચ્ચે સ્થાનિક કેરી રસિયાઓને 200 થી 400 રૂપિયા કેરી સસ્તી મળતા રોજના કેરીની સ્વાદ માણી રહ્યા છે.

Previous Post Next Post