મેલડી માતાના દર્શન કરીને પરત ફરતી વખતે લક્ઝરી બસની અડફેટે આવતા બે મિત્રોના મોત, બસચાલક ઘટના સ્થળેથી ફરાર | Two friends killed by luxury bus while returning from Melody Mata's darshan, bus driver flees from scene; The family is in mourning | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
ક્રિશ ચૌહાણની ફાઇલ તસવીર. - Divya Bhaskar

ક્રિશ ચૌહાણની ફાઇલ તસવીર.

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના મલાતજ મેલડી માતાના મંદિરે દર્શન કરીને વડોદરા પરત આવી રહેલા બે યુવાનના લક્ઝરી બસની અડફેટે કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. બંને યુવાન વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં બીકોમના સેકન્ડ યરમાં અભ્યાસ કરતા હતા. અકસ્માત પહેલા જ ક્રિશ ચૌહાણે મિત્ર વિષ્ણુ ઠાકોર માટે ‘લવ યુ યારા સ્ટેટ્સ મુક્યું હતું અને સ્ટેટ્સ મુક્યા બાદ બંનેને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં વિષ્ણુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને ક્રિશનું વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે મહેળાવ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

લક્ઝરી બસનો ડ્રાઇવર ફરાર
વડોદરા શહેરનો 21 વર્ષીય યુવાન ક્રિશ ચૌહાણ અને વડોદરા પાસેના ગણપતપુરા ગામનો યુવાન વિષ્ણુ ઠાકોર મતાલજ મેલડી માતાના દર્શને ગયા હતા. બંને મિત્રો દર્શન કરીને બાઇક પર પરત વડોદરા આવવા માટે નીકળ્યા હતા. ક્રિશ ચૌહાણ બાઇક ચલાવી રહ્યો હતો અને વિષ્ણુ ઠાકોર તેની પાછળ બેઠો હતો, તેઓ જ્યારે પેટલાદના રવિપુરા રેલવે બ્રિજ પાસે પહોંચ્યા, તે સમયે તારાપુરથી આણંદ તરફ જઇ રહેલી લક્ઝરી બસે બાઇકને અડફેટે લીધી હતી. આ બનાવમાં વડોદરા પાસે આવેલા ગણપતપુરા ગામના વિષ્ણુ ઠાકોરના માથા પરથી બસનું ટાયર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે વડોદરાના ક્રિશ ચૌહાણને માથા અને પેટના ભાગે ઇજાઓ થતાં તેને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. જેને પગલે ક્રિશનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. અકસ્માત બાદ લક્ઝરી બસનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મોટી સંખ્યામાં ટોળા ઉમટ્યા
ક્રિસને જ્યારે વડોદરાના છાણી સ્થિત શ્રીજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, તે સમયે મોટી સંખ્યામાં તેના સગા સંબંધીઓ અને મિત્રો ઉમટી પડ્યા હતા. ક્રિશના મૃતદેહને પોલીસે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

મેલડી માતાના દર્શને ગયા હતા
મૃતકના સંબંધી મનિષભાઇ મોહનભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, ક્રિશ અને તેના મિત્રો મલાતજ મેલડી માતાના દર્શને ગયા હતા. દર્શન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા, તે સમયે રવિપુરા ગામ પાસે રેલવે બ્રિજ નજીક બસે બાઇકને ટક્કર મારી હતી. જેમાં ક્રિશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જ્યાંથી અમને ફોન આવતા ઘટના અંગે જાણ થઈ હતી. જેથી ક્રિશને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને બાદમાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

મિત્ર માટે ક્રિશનું અંતિમ સ્ટેટ્સ
મલાતજ મેલડી માતાના દર્શન કરીને બંને મિત્રો વડોદરા આવવા પરત નીકળ્યા, તે સમયે ક્રિશ ચૌહાણે તેના મિત્ર વિષ્ણુ ઠાકોરે તેના માટે સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મુક્યું હતું. જેમાં તેને ‘લવ યુ યારા’ના લખાણ અને ‘યાર કા હું મે દિવાના’ ગીત સાથેનો વીડિયો પોસ્ટ કર્યો હતો.

Previous Post Next Post