પેપરલીક થયા વગર પરીક્ષા પૂર્ણ થતા ઉમેદવારો ખુશખુશાલ, તટસ્થ લેવાયેલી પરીક્ષા બદલ હસમુખ પટેલનો આભાર માની તટસ્થ પરિણામની ઈચ્છા વ્યક્ત કરી | Candidates clearing the exam without paper leakage happy, thanking Hasmukh Patel for conducting the exam neutrally, wishing for a neutral result | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Candidates Clearing The Exam Without Paper Leakage Happy, Thanking Hasmukh Patel For Conducting The Exam Neutrally, Wishing For A Neutral Result

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
પરીક્ષાની જેમ પરિણામ પણ તટસ્થ આવે તેવી ઉમેદવારોએ ઈચ્છા વ્યક્ત કરી - Divya Bhaskar

પરીક્ષાની જેમ પરિણામ પણ તટસ્થ આવે તેવી ઉમેદવારોએ ઈચ્છા વ્યક્ત કરી

તલાટી ની પરીક્ષા ને લઈને વિદ્યાર્થીઓમાં પરીક્ષા કેવું જશે તેની ચિંતા હતી પરંતુ તેના કરતાં પણ વધુ ચિંતા પેપર લીક ન થાય તેની હતી આખરે સવારથી લઈને પરીક્ષા પૂર્ણ થઈ ગયા ત્યાં સુધી પરીક્ષા પેપર ફૂટવાની વાત સામે ન આવતા વિદ્યાર્થીઓએ હાસકારો અનુભવ્યો હતો.

આખરે પરીક્ષા પૂર્ણ થઈ

સતત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક થવાની ઘટનાને કારણે પરીક્ષા રદ થતી હતી જેને લઈને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ચિંતિત રહેતા હતા ગત વખતે પણ તલાટીના પેપર દરમિયાન જે પ્રકારે પેપર લીક થયું હતું તેનાથી વિદ્યાર્થીઓ હતા થયા હતા ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળની સેવા દરમિયાન પણ આ જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ હતી આખરે આજે તલાટીની પરીક્ષા ઘણા લાંબા સમય બાદ લેવાયા હતી અને સુપેરે પાર પડતા વિદ્યાર્થીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો.

ડમી ઉમેદવારો ઉપર પણ ખાસ નજર રખાય

આ વખતે તલાટીની પરીક્ષા દરમિયાન જે હોલ ટિકિટ હતી તેના ઉપર ફિંગર પ્રિન્ટ પણ લેવામાં આવ્યા હતા જેથી કરીને કોઈ પણ પ્રકારે ડમી ઉમેદવાર પરીક્ષાના આપે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સમગ્ર પરીક્ષા માટે અધિકારી તરીકે હસમુખ પટેલે જે પ્રકારે પોતાની ફરજ નિભાવી છે તેને લઈ તેમણે આભાર પણ વ્યક્ત કર્યો હતો.

પરીક્ષાની જેમ પરિણામ પણ તટસ્થ પૂર્વક આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી

પરીક્ષાથી નીતા જણાવ્યું કે આ વખતે પરીક્ષા ખૂબ જ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ છે કોઈપણ પ્રકારે પેપર લીક થયાની ઘટના સામે આવી નથી અમે જે મહેનત કરી હતી તે પ્રમાણે આજે અમે પેપર શાંતિપૂર્ણ માહોલમાં આપી શક્યા છે સરકારે જે પ્રકારનો આયોજન કર્યું હતું અને ખાસ કરીને હસમુખ પટેલ સાહેબે જે તકેદારી રાખી છે તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે.

પેપર ખૂબ લાંબુ હતું

તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવાર કિંજલ એ જણાવ્યું કે પેપર ખૂબ જ લેન્ધી હતું તેના કારણે મારા 15 થી 20 માર્કનું છૂટી ગયું છે પરંતુ પરીક્ષા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે અમે જે તૈયારી કરી હતી તે લેખે લાગી છે આ સરકાર દ્વારા અને અધિકારીઓ દ્વારા સુપેરે પરીક્ષા ને પાર પાડવામાં આવી છે બસ હવે તેમને એટલી જ વિનંતી છે કે જે રીતે તટસ્થતા પૂર્વક પરીક્ષા લેવાય છે તે પ્રમાણે જ કોઈપણ ગેરરીતી અને લાગવગ વગર પરિણામ પણ તટસ્થતાપૂર્વકનો આવે.