રાજકોટના હીરાસર એરપોર્ટ પર DGCIના અધિકારીઓ રન-વે, એરક્રાફ્ટ વાઈઝ પાર્કિંગ સહિતની ચકાસણી કરશે | At Herasar Airport in Rajkot, DGCI officials will check the runway, aircraft wise parking, etc. | Times Of Ahmedabad

રાજકોટ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે પીએમ મોદીના ડ્રિમ પ્રોજેકટ ગણાતા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનાં નિર્માણની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ત્યારે આ નવા ઇન્ટરનેશનલ એરપોર્ટના લાઈસન્સની મંજૂરી જૂનના પ્રથમ સપ્તાહમાં મંગાશે. જે બાદ રન-વે, એરક્રાફ્ટ વાઈઝ પાર્કિંગ, એરપોર્ટ આસપાસનાં બિલ્ડિંગ સહિતની DGCIના અધિકારીઓ દ્વારા ચકાસણી થશે. અને આ ઇન્સ્પેકશન સફ્ળ રહ્યું તો જુલાઈમાં લાઈસન્સ મળી જાય તેવી સંભાવના હોવાનું એરપોર્ટનાં ડાયરેક્ટર લોકનાથ પાધેએ જણાવ્યું હતું.

બાઉન્ડ્રી વોલ તૈયાર થાય છે
​​​​​​​એરપોર્ટ ડાયરેક્ટર લોકનાથ પાધેનાં કહેવા અનુસાર, હાલ હીરાસર એરપોર્ટની બાઉન્ડ્રી​​​​​​​ વોલ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. આગામી 31 મેં સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ એરપોર્ટના લાઈસન્સ માટે જૂન માસના પ્રથમ સપ્તાહમાં DGCI (ધ ડાયરેક્ટર જનરલ ઓફ સિવીલ એવીએશન) ન્યૂ દિલ્હી પાસે મંજૂરી માંગવામાં આવશે. બાદમાં DGCIના મોટા અધિકારીઓ ત્રણથી ચાર દિવસ સુધી રહી ઇન્સ્પેકશન કરશે. જેમાં એરપોર્ટ આસપાસ એરક્રાફ્ટના લેન્ડીંગ કે ટેઇકઓફ માટે કોઈ જોખમરૂપ બિલ્ડીંગ કે અન્ય કોઈ વસ્તુ તો નથી ને? તેમજ, ગ્રાઉન્ડના ફીચર્સ, રન-વે અને તેનો સ્લોપ વગેરેની ચકાસણી કરશે.

DGCIનું ક્લિયરન્સ મળી જાય તેવી શક્યતા
આ ઉપરાંત એરપોર્ટનાં કેલીબ્રેશન, ફાયર સ્ટેશન. કયા એરક્રાફ્ટ માટે કેટલા પાર્કિંગની જરૂરિયાત ? એ.ટી.સી.(એર ટ્રાફિક કંટ્રોલર ટાવર), ડોક્યુમેન્ટસ સહિતનાં મુદ્દે તપાસ પણ કરશે. આ ઇન્સ્પેકશન સફ્ળ રહેશે તો તેના 15 થી 20 દિવસ બાદ હિરાસર એરપોર્ટને લાઈસન્સ મળી જશે. જોકે મંજૂરી માટેની આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં સંભવતઃ જુલાઈ મહિનો આવી જશે. એટલે કે, જુલાઈ સુધીમાં હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને DGCIનું ક્લિયરન્સ મળી જાય તેવી પૂરતી સંભાવના છે.