રાધનપુરના કમાલપુર રવીનગર ખાતે આવેલા ગોડાઉનમાં આગ લાગતા પીવીસી પાઇપ બળીને ખાખ | A fire broke out in a godown at Kamalpur Ravinagar in Radhanpur, where a PVC pipe was gutted | Times Of Ahmedabad

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાધનપુર નજીક આજે બપોરના સમયે એકાએક એક ફેક્ટરીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી અને આ આગ ની ઘટના માં લાખો રૂપિયા ના નુકશાન નો પ્રાથમિક અંદાજ મુકાયો છે તેમજ આગ લાગવા ની ઘટના ના કારણો ની તપાસ હાથ ધરાઇ છે.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામને નજીક આવેલા રવિ નગર ની સીમમાં સબ મર્શિબલ ના ખેતી ના સાધનો નું ગોડાઉન આવેલ છે આજ બપોર માં સમયે કોઈ કારણોસર ગોડાઉન માં ભીષણ આગ લાગતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગની ઝપેટમાં અંદર પડેલા પીવીસી પાઇપ સહિત ટોટા અને ગોડાઉન સળગી ખાખ થયાં હતા.આ ઘટના ની જાણ ગોડાઉન સ્થળ ના લોકોએ ફાયર ફાઈટર રાધનપુર ને જાણ કરતા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતા અને ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ગોડાઉન આસપાસ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને દૂર દૂર સુધી આજની જ્વાળાઓ દેખાતી હતી.

મળતી માહિતી મુજબ આ આગ રવિનગર ની બાજુમાં આવેલા સીમ વિસ્તારના ખેતરના ગોડાઉનમાં આગ લાગી હતી જોકે આ આગ જોતજોતામાં ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી. જેના કારણે આ આગની ઝપેટમાં અંદર પડેલી પીવીશી પાઈપ અને ગોડાઉન સહિત સળગી ને ખાખ થયાં હતાં આગની લપેટમાં અંદાજિત પીવીસી પાઇપ ના ટોટા તેમજ ગોડાઉન સહિત રૂ 3,00,000 થી વધુ ના નુકસાન થાવા પામેલ છેઆ આગ ઓલવવા લાગેલા ફાયર ને પણ ધુમાડા અને આગ ના ગોટા ના કારણે આગ ઓલવવા માં મહામુસીબત વેઠવી પડી હતી.

ઘટના સ્થળ ના લોકો અને ફાયરબેકટર આગ ઓલવવાના તમામ પ્રયાસો ચાલુ કરાયા હતા. જેમાં પીવીસી પાઇપ સહિત ગોડાઉન મળી કુલ ત્રણ લાખ રૂપિયા જેવું નુકસાન થવા પામ્યું હતું. આ આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

Previous Post Next Post